Home News નવી વ્યવસ્થા: નોકરી કરતી મહિલાઓ માટે મુખ્યમંત્રી યોગીનો આદેશ, મહિલાઓને સાંજે 7થી...

નવી વ્યવસ્થા: નોકરી કરતી મહિલાઓ માટે મુખ્યમંત્રી યોગીનો આદેશ, મહિલાઓને સાંજે 7થી સવારે 6 વાગ્યા સુધી કામ પર બોલાવી શકાશે નહીં!

Face Of Nation 28-05-2022 : ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે નોકરી કરતી મહિલાઓ માટે મોટો આદેશ જાહેર કર્યો છે. યોગી સરકારે મહિલા કર્મચારીઓ માટે આદેશ જારી કરતા કહ્યું કે, કોઈ પણ મહિલા કર્મચારી સાંજે 7 વાગ્યા પછી અને સવારે 6 વાગ્યા પહેલા ઓફિસમાં નહીં હોય. આ આદેશમાં યોગી સરકારે એમ પણ કહ્યું છે કે, જો કોઈ મહિલા કર્મચારીને ખાસ સંજોગોમાં રોકવામાં આવે છે તો તેના માટે લેખિત પરવાનગી લેવી પડશે. આ સિવાય મહિલાઓને કંપની તરફથી ફ્રીમાં વાહનો આપવાના રહેશે. જે કંપનીઓમાં મહિલાઓ કામ કરી રહી છે, તે કંપનીઓએ પણ મહિલાઓ માટે વધારાની વ્યવસ્થા કરવી પડશે.
ખાનગી અને સરકારી સંસ્થાઓ નિર્ણય સમાન રીતે લાગુ કરાશે
યોગી સરકારના આ નિર્ણય બાદ હવે ઉત્તર પ્રદેશમાં કોઈ પણ મહિલાને નાઈટ શિફ્ટમાં કામ કરવા માટે બોલાવી શકાશે નહીં અને ન તો તેણે મોડી રાત સુધી ડ્યુટી કરવી પડશે. યુપીની યોગી સરકારે મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ જારી કરેલા આ આદેશમાં કહેવાયું છે કે, આ નિર્ણય સરકારી સંસ્થાઓથી લઈને ખાનગી સંસ્થાઓ સુધી દરેક પર સમાન રીતે લાગુ કરાશે.
કોઈ સંજોગોમાં રોકાય તો લેખિતમાં પરવાનગી લેવી પડશે
ઉત્તર પ્રદેશમાં મહિલાઓની સુરક્ષાના હિતોને ધ્યાનમાં રાખીને યોગી સરકારે પોતાના આદેશમાં કહ્યું કે, હવે કોઈ પણ મહિલા કર્મચારી સાંજે 7 વાગ્યા પછી અને સવારે 6 વાગ્યા પહેલા ઓફિસમાં કામ કરવા માટે નહીં પહોંચે. જો કોઈ મહિલા કર્મચારીને કોઈ ખાસ સંજોગોમાં રોકવાની હોય તો સંસ્થાએ સૌપ્રથમ લેખિતમાં પરવાનગી લેવી પડશે, ત્યારબાદ તે મહિલાને મફત વાહન આપવામાં આવશે. જો કોઈ સરકારી કે ખાનગી સંસ્થા યુપી સરકારની આ ગાઈડલાઈનનું પાલન કરતી નથી, તો સરકાર તેની સામે કાર્યવાહી કરશે. જો કોઈ સંસ્થા મહિલા કર્મચારીને સાંજે 7 વાગ્યા પછી રોકે છે અથવા સવારે 6 વાગ્યા પહેલા ફોન કરે છે અને મહિલા કર્મચારી આમ કરવાનો ઇનકાર કરે છે, તો સંસ્થા તેને કાઢી શકશે નહીં
પિક એન્ડ ડ્રોપ બંને કંપનીઓને મફતમાં આપવાનું રહેશે
મીડિયા સાથે વાત કરતા ઉત્તર પ્રદેશના અધિક મુખ્ય સચિવ (શ્રમ) સુરેશ ચંદ્રાએ કહ્યું કે મહિલા કર્મચારીની લેખિત સંમતિ પછી જ તેને સાંજે 7 વાગ્યા પછી અથવા સવારે 6 વાગ્યા પહેલા ઓફિસ બોલાવી શકાશે. સરકારની આ માર્ગદર્શિકા પછી પણ કામ કરવું કે નહીં તે કંપનીની જરૂરિયાત પર નહીં પણ મહિલા કર્મચારી પર નિર્ભર રહેશે. લેખિતમાં નાઇટ શિફ્ટની મંજૂરી આપતી મહિલાઓ માટે કંપનીએ બંને બાજુથી વાહન પૂરું પાડવાનું રહેશે એટલે કે પિક એન્ડ ડ્રોપ બંને કંપનીઓને મફતમાં આપવાનું રહેશે. જો કોઈ મહિલા કર્મચારી નાઈટ શિફ્ટ કરવા માંગતી નથી અને તેને બળજબરીથી બોલાવવામાં આવી રહી છે તો સરકાર કંપની સામે કાર્યવાહી કરશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).