Face Of Nation 29-05-2022 : IPL 2022ની ફાઇનલ મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. લીગમાં ગુજરાત ટાઇટન્સનું આ પ્રથમ વર્ષ છે અને ટીમ ફાઇનલ રમી રહી છે. તો, રાજસ્થાન 2008ની ડેબ્યુ વર્ષની ચેમ્પિયન ટીમ છે, એટલે કે IPLના 14 વર્ષ બાદ તે ફાઈનલ રમી રહી છે. લીગ સ્ટેજ ખતમ થયા પછી, આ બંને ટીમ ટોપ-2માં હતી. આવી સ્થિતિમાં આ મેચ રોમાંચક રહેવાની આશા છે. તો બીજીતરફ IPL 2022ની વિજેતા ટીમને માત્ર ચમકતી ટ્રોફી જ નહીં, પરંતુ ઈનામની મોટી રકમ પણ મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, IPL 2022ની ચેમ્પિયન ટીમને ઈનામની રકમ તરીકે 20 કરોડ મળશે. જ્યારે ફાઈનલમાં હારનારી ટીમને પણ 13 કરોડ રૂપિયા મળશે. આ રકમ ગયા વર્ષની સરખામણીએ રૂ. 50 લાખ વધુ છે. ગયા વર્ષે કોલકાતા નાઈટ રાઈડર્સને રનર્સ અપ બનવા બદલ 12.50 કરોડ રૂપિયા મળ્યા હતા. સાથે જ ટાઈટલ જીતનારી ટીમની ઈનામી રકમમાં કોઈ ફેરફાર કરાયો નથી. ચેન્નાઈ સુપર કિંગ્સને ગયા વર્ષે ટાઈટલ જીતવા પર 20 કરોડ મળ્યા હતા. આ વખતે પણ વિજેતા ટીમને પુરસ્કાર તરીકે સમાન રકમ મળશે. તો બીજીતરફ IPL 2008 એટલે કે પ્રથમ સિઝનમાં વિજેતા ટીમને ઈનામ તરીકે 4.8 કરોડ અને ઉપવિજેતા ટીમને 2.4 કરોડ મળ્યા હતા. પરંતુ, 14 વર્ષમાં આ રકમ 4 ગણી વધી છે.
બેંગ્લોરની ટીમને 7 કરોડ રૂપિયા મળશે
આ સિવાય પ્લેઓફ રમી રહેલી બાકીની ટીમો પર પણ પૈસાનો વરસાદ થશે. ત્રીજા ક્રમે રહેલી ટીમ (ક્વોલિફાયર-2 હારનાર)ને 7 કરોડ રૂપિયા અને ચોથા ક્રમે રહેલી ટીમને 6.5 કરોડ રૂપિયા ઈનામી રકમ તરીકે મળશે. એટલે કે રાજસ્થાન રોયલ્સ સામે ક્વોલિફાયર-2 હારી ગયેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 7 કરોડ અને લખનૌ સુપર જાયન્ટ્સને 6.5 કરોડ મળશે. છેલ્લા 4 વર્ષથી વિજેતા ટીમને ઈનામી રકમ તરીકે માત્ર 20 કરોડ રૂપિયા મળી રહ્યા છે.
ઓરેન્જ અને પર્પલ કેપના વિજેતાને લાખો રૂપિયા મળશે
તો IPLમાં વિજેતા અને ઉપવિજેતા ટીમોને મળેલી ઈનામી રકમ ઉપરાંત બીજા ઘણા પુરસ્કારો આપવામાં આવે છે. જેમાં ઓરેન્જ કેપ, પર્પલ કેપ, ફેસ જેવા એવોર્ડનો સમાવેશ થાય છે. અમે તમને આ બધા પુરસ્કારો અને તેનાથી સંબંધિત ઈનામની રકમ જણાવી રહ્યા છીએ.
IPL ઓરેન્જ-પર્પલ આ એવોર્ડ એવા બેટ્સમેનને આપવામાં આવે છે જેણે IPLની આખી સિઝનમાં સૌથી વધુ રન બનાવ્યા હોય. આ વખતે રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન જોસ બટલર આ રેસમાં સૌથી આગળ છે. ઓરેન્જ કેપના વિજેતાને 15 લાખ રૂપિયા આપવામાં આવશે. પર્પલ કેપઃ IPLની એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરને પર્પલ કેપ મળે છે. આ વખતે ઈનામ તરીકે 15 લાખ રૂપિયા આપવામાં આવશે. તો, ઉભરતા ખેલાડીને 20 લાખ રૂપિયાનું ઈનામ મળશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).