Face Of Nation 29-05-2022 : હવામાન વિભાગે ચોમાસાને લઈને સારા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કેરળમાં રવિવાર (29મી)મેના રોજ ચોમાસાનું આગમન થઈ ગયું છે. સામાન્ય રીતે કેરળમાં 1લી જૂન સુધીમાં ચોમાસું દસ્તક આપે છે, પરંતુ આ વર્ષે અહીં ચોમાસું 29મી મેના રોજ 3 દિવસ વહેલું જ પહોંચી ગયું છે. આ સાથે જ ઘણાં રાજ્યો માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તો બીજીતરફ આગામી 24 કલાક દરમિયાન પૂર્વોત્તર ભારત- તામિલનાડુ, કેરળ, લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર ટાપુના દક્ષિણ અને કર્ણાટકના દરિયા કાંઠાના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
બિહારના અનેક જિલ્લાઓમાં હવામાન બદલાયું છે
બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, પૂર્વ મધ્યપ્રદેશ, તેલંગાણા અને આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે, જ્યારે, પૂર્વ રાજસ્થાન, દિલ્હી અને હરિયાણાના કેટલાક ભાગોમાં ધૂળની ડમરીઓ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. તો બીજીતરફ બિહારમાં પણ હવામાન વિભાગે આગાહી કરી છે કે ચોમાસું સમય કરતાં વહેલું આવી જશે. ગયા વર્ષે પણ ચોમાસું સંભવિત તારીખથી એક દિવસ પહેલાં આવ્યું હતું. આ વખતે આગાહી 2 દિવસ વહેલા આવવાની હતી. બિહારમાં 13થી 15 જૂન વચ્ચે ચોમાસાની તારીખ નક્કી થયેલી છે.
જૂનના પહેલા સપ્તાહમાં ભોપાલ-ઈન્દોરમાં વરસાદ
મધ્યપ્રદેશમાં પ્રી-મોન્સૂન સક્રિય છે. જબલપુર, ગ્વાલિયર-ચંબલ, રીવા, સાગર, શહડોલ ડિવિઝનમાં દરરોજ હળવો વરસાદ થઈ રહ્યો છે, પરંતુ માલવા-નિમાડમાં હળવા ઝરમર ઝરમર સિવાય ખાસ અસર જોવા મળી ન હતી. જોકે અહીં પણ જૂનના પ્રથમ સપ્તાહમાં પ્રી-મોન્સૂન સક્રિય રહેશે અને વરસાદ પડશે. અહીં 15મી જૂન પછી ચોમાસું ઈન્દોર-જબલપુર થઈને મધ્યપ્રદેશ પહોંચે એવી શક્યતા છે. સમગ્ર રાજ્યમાં 20મી જૂન સુધી વરસાદ થવાની શક્યતા છે. હાલમાં જબલપુર, ગ્વાલિયર-ચંબલ, સાગર, રીવા અને શહડોલ ડિવિઝનમાં પ્રી-મોન્સૂન વરસાદ પડી રહ્યો છે, પરંતુ ભોપાલ-ઈન્દોર સહિત માલવા-નિમાડમાં વરસાદ નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home News દેશમાં ચોમાસાનું આગમન; કેરળમાં ચોમાસાની એન્ટ્રી, કેરળમાં 3 દિવસ વહેલા પહોંચ્યું ચોમાસું,...