Face Of Nation 29-05-2022 : પાટીદાર નેતા હાર્દિક પટેલે હાલમાં જ કોંગ્રેસ પાર્ટીમાંથી કાર્યકારી પ્રમુખપદ સહિત તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું હતું. હાર્દિકે કોંગ્રેસ છોડ્યા બાદથી જ તેમના ભાજપમાં જોડાવવાની અટકળો ચાલી રહી હતી. ત્યારે પાર્ટી છોડ્યાના 12 દિવસમાં જ તે હવે ફરીથી રાજકારણની એક નવી ઈનિંગ્સ શરૂ કરવા જઈ રહ્યો છે. માહિતી મુજબ, હાર્દિકના ભાજપમાં જોડાવાના નિર્ણયને હાઇકમાન્ડે લીલીઝંડી આપી દીધી છે. એવામાં હાર્દિક પટેલ 30મી મે અથવા તો 31મીએ ભાજપનો ખેસ ધારણ કરી શકે છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરના હાથે હાર્દિક ભાજપનો કેસરિયો ખેસ પહેરીને પક્ષમાં જોડાઈ શકે છે.
રાજીનામું બાદ રામ મંદિર, CAA, NRCનાં વખાણ કર્યા
હાર્દિક પટેલે કોંગ્રેસ છોડી અને બાદમાં કરેલી પ્રેસ-કોન્ફરન્સમાં પણ રામ મંદિર, CAA, NRCનાં વખાણ કર્યા હતા. તેનું કહેવું છે કે યુવાનો દેશ માટે સક્ષમ અને મજબૂત નેતૃત્વ ઈચ્છે છે, પણ હકીકત એ છે કે કોંગ્રેસનું એક જ કામ છે- કેન્દ્ર સરકારનો વિરોધ કરવાનું. દેશ અયોધ્યામાં રામ મંદિર, 370, CAA-NRC અને GST જેવા નિર્ણય ઈચ્છે છે, જ્યારે કોંગ્રેસ માત્ર અવરોધો પેદા કરે છે. કોંગ્રેસ પર ગુસ્સો એટલા માટે આવે છે, કારણ કે વારંવાર ધર્મની વાતને અવગણવામાં આવે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).