Face Of Nation 30-05-2022 : બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક પછી એક એક્ટ્રેસિસના મોતથી ખળભળાટ મચી ગયો છે. 15 દિવસમાં ત્રણ એક્ટ્રેસિસે આત્મહત્યા કરી હતી. હવે એક મોડલે આત્મહત્યા કરી છે. 18 વર્ષીય સ્ટ્રગલિંગ મોડલ તથા મેકઅપ આર્ટિસ્ટ સરસ્વતી દાસે અડધી રાત્રે સુસાઇડ કર્યું હતું. તો બીજીતરફ પોલીસે વધુમાં કહ્યું હતું કે કોલ રેકોર્ડ્સ પરથી ખ્યાલ આવ્યો કે સરસ્વતી રાતના એક વાગ્યા સુધી પ્રેમી સાથે વાત કરતી હતી. પોલીસની તપાસમાં એ વાત સામે આવી કે ફોનમાં પ્રેમી સાથે રવિવારના રોજ ક્યાંક મળવા અંગે વાત થઈ હતી અને તેમાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ જ કારણે તેણે આત્મહત્યા કરી હોવાની શક્યતા છે. ઘરમાંથી સુસાઇડ નોટ મળી આવી નથી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઘરમાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી
સરસ્વતીની લાશ ઘરમાં પંખા સાથે લટકતી મળી હતી. સરસ્વતી કોલકાતાના બેદિયાડાંગામાં રહેતી હતી. શનિવારની રાત્રે મોડલની લાશ મળી હતી. ઉલ્લેખનીય છે કે બંગાળી એક્ટ્રેસબિદિશા ડે મજૂમદાર, પલ્લવી ડે તથા મંજૂષા નિયોગીએ પણ ઘરમાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. આ ત્રણેયની આત્મહત્યાની તપાસમાં એ વાત સામે આવી હતી કે તેઓ ડિપ્રેશનમાં હતાં.
રાત્રે આત્મહત્યા, નાનીએ દૌહિત્રીને નીચે ઉતારી
સરસ્વતી દાસ ઘરમાં નાની સાથે સૂતી હતી, જ્યારે પરિવારના અન્ય સભ્યો બહાર સૂતા હતા. રાત્રે બે વાગે જ્યારે નાનીની આંખ ખુલી તો તેમણે જોયું કે સરસ્વતી તેમની બાજુમાં નહોતી. તે સરસ્વતીના રૂમમાં ગયા તો તેમણે દૌહિત્રીને પંખા સાથે લટકતી જોઈ હતી. તો બીજીતરફ સરસ્વતી છેલ્લાં 17 વર્ષથી માતા આરતી સાથે નાનીના ઘરે રહે છે. પરિવારમાં મામા-મામી છે. સરસ્વતીના પિતાએ તેમને તરછોડી દીધા હતા. સરસ્વતીની નાનીએ સૌ પહેલાં દૌહિત્રીને પંખા સાથે લટકતી જોઈ હતી. તેમણે જ સરસ્વતીને નીચે ઉતારી હતી અને તાત્કાલિક CNMC હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ સરસ્વતીનું મોત થઈ ગયું હતું.
દસ ધોરણ સુધી જ અભ્યાસ કર્યો, રિલેશનશિપમાં હતી
સરસ્વતીએ 10 ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે અને પછી તેણે ભણવાનું છોડી દીધું હતું. તે પરિવારના ગુજરાન માટે બાળકોને ટ્યૂશન આપતી હતી. આટલું જ નહીં તે મોડલિંગ કરતી હતી. મેકઅપ આર્ટિસ્ટ તરીકે પણ કામ કરતી હતી. તેણે ઘણાં વીડિયો શૂટ કર્યા છે અને સરસ્વતી દાસ સાથે અફેર હતું અને તેને કારણે તે ડિપ્રેશનમાં રહેતી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).