Face Of Nation 30-05-2022 : UPSC સિવિલ સેવા પરીક્ષામાં 2021નાં પરિણામ આજે જાહેર કરવામાં આવ્યાં છે. આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલાં પરિણામમાં શ્રુતિ શર્માએ પહેલી રેન્ક મેળવી છે. ટોપ કરનાર શ્રુતિ શર્માનો જન્મ બિજનૌરમાં થયો છે અને દિલ્હીથી હિસ્ટ્રીનો અભ્યાસ કર્યો છે. બીજા નંબરે અંકિતા અગ્રવાલ અને ત્રીજા નંબરે ગામિની સિંગલા છે. ટોપ-10 રેન્કહોલ્ડર્સમાં 4 છોકરી છે. વર્ષ 2020ના રિઝલ્ટમાં ટોપ-10માં 5 છોકરી હતી. આજે જાહેર થયેલાં પરિણામમાં પસંદ કરાયેલા કેન્ડિડેટ્સને IAS, IFS, IPSની સાથે સાથે સેન્ટ્રલ સર્વિસના ગ્રુપ A અને Bમાં પોસ્ટિંગ આપવામાં આવશે.
શ્રુતિનો મુખ્ય વિષય ઈતિહાસ હતો
શ્રુતિ શર્મા મૂળ ઉત્તરપ્રદેશના બિજનૌરની છે. તેણે દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. શ્રુતિનો મુખ્ય વિષય ઈતિહાસ હતો. એ સિવાય તેણે સોશિયોલોજીમાં માસ્ટર્સની ડીગ્રી લીધી છે. તેણે જામિયા મિલિયા ઈસ્લામિયા કોચિંગ એકેડમીમાં UPSC સિવિલ સર્વિસ એક્ઝામની તૈયારી કરી હતી તો બીજીતરફ શ્રુતિને નવી નવી વસ્તુઓ શીખવાનો, આર્ટ અને કલ્ચર વિશે વાંચવાનું ખૂબ પસંદ છે. યુટ્યૂબ પર શ્રુતિનો હાલ એક ઈન્ટરવ્યુ વાઇરલ થયો છે, એમાં તેણે એવું પણ કહ્યું છે કે તેને હિન્દી સિનેમાનો પણ ખૂબ શોખ છે.
685 ઉમેદવારોનું સિલેક્શન, 80નું રિઝલ્ટ પ્રોવિઝનલ
સંઘ લોકસેવા આયોગના રિઝલ્ટ લિસ્ટ પ્રમાણે, 685 ઉમેદવારે પરીક્ષા પાસ કરી છે. એમાં 180 IAS, 37 IFS અને 200 IPS માટે પાસ થયા છે. સિવિલ સેવા પરીક્ષા પાસ કરનાર ઉમેદવારનું સિલેક્શન UPSCના ત્રણ રાઉન્ડ- પ્રીલિમ્સ પરીક્ષા, મેઈન્સ એક્ઝામ અને ઈન્ટરવ્યુ રાઉન્ડમાં તેમના પ્રદર્શનના આધારે કરવામાં આવ્યું છે. આ સિવાય 80 ઉમેદવારની દાવેદારી પ્રોવિઝનલ છે.
ગયા વર્ષે ટોપ-10માં હતી 5 છોકરી
UPSC પરીક્ષા 2020માં પાંચ છોકરીએ બાજી મારી હતી. તેમાં જાગૃતિ અવસ્થીની બીજી રેન્ક હતી. તેણે 1052 માર્ક્સ મેળવ્યા હતા. ત્રીજા નંબરે અંકિતા જૈન, પાંચમા નંબરે મમતા યાદવ અને છઠ્ઠા નંબરે મીરાનું નામ હતું, જ્યારે અપાલા મિશ્રાને 9મી રેન્ક મળવી હતી.
આ હતું એક્ઝામનું ઓવર શિડ્યુલ
UPSC CSE-2021 પ્રારંભિક પરિક્ષા 10 ઓક્ટોબર 2021ના રોજ થઈ હતી. તેનું રિઝલ્ટ 29 ઓક્ટોબરે આવ્યું. મેન્સ એક્ઝામ 7થી 16 જાન્યુઆરી 2022 સુધી થઈ હતી. તેનું રિઝલ્ટ 17 માર્ચ 2022માં આવ્યું હતું. ત્યારપછી ત્રીજો રાઉન્ડ 5 એપ્રિલથી શરૂ થઈને 26 મે સુધી ચાલ્યો હતો. ત્યારપછી 30 મેના રોજ ફાઈનલ રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).