Face Of Nation 30-05-2022 : ગુજરાત ટાઈટન્સે IPL 2022ની ટાઈટલ મેચ જીતી લીધી છે, એતેવામાં હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ હેઠળ આ ટીમે ડેબ્યુ સીઝનમાં જ જીત મેળવી લીધી છે. ઉલ્લેખનીય છે કે GTએ રાજસ્થાનને 7 વિકેટથી 7 નંબરની જર્સી પહેરી શુભમન ગિલે છગ્ગો ફટકારી વિનિંગ શોટ ફટકાર્યો હતો. એટલું જ નહીં, આ IPL ટાઈટલનું કનેક્શન 11 વર્ષ અગાઉ રમાયેલા 2011 વર્લ્ડ કપ સાથે પણ છે. ભારતીય ટીમને 7 નંબરની જર્સી સાથે ધોનીએ વિનિંગ સિક્સ મારી મેચ જિતાડી હતી. એવામાં આ ફાઈનલમાં શ્રીલંકાની હાર અને IPLમાં GT-RRની જીતમાં પણ ઘણા સંયોગો જોવા મળ્યા છે.
7 નંબરની જર્સીએ મેચ ફિનિશ કરી
IPL 2022: ગુજરાત ટાઈટન્સ માટે નંબર-7 જર્સી પહેરી શુભમન ગિલે સિક્સર ફટકારી ટીમને જીત અપાવી હતી. તેણે 19મી ઓવરના પહેલા બોલ પર ફાસ્ટ બોલર મેક્કોય સામે સિક્સર ફટકારી હતી. આ છગ્ગાની સાથે જ ગુજરાતે ટાઈટલ જીતી ઈતિહાસ રચી દીધો છે.
2011 વર્લ્ડ કપઃ વન-ડે WCની ફાઈનલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી, જેમાં ભારત માટે નં-7ની જર્સી પહેરી કેપ્ટન કૂલ ધોનીએ શ્રીલંકાના નુવાન કુલસેકરાની ઓવરમાં છગ્ગો ફટકારી ભારતને વર્લ્ડ કપ જિતાડ્યો હતો.
વર્લ્ડકપની ફાઈનલમાં કર્સ્ટન-નેહરા તો સંગાકારા-મલિંગા
2011 વર્લ્ડ કપ સમયે ભારતીય ટીમના હેડ કોચ દક્ષિણ આફ્રિકાના ગેરી કર્સ્ટન હતા અને આશિષ નેહરા ટીમમાં ખેલાડી તરીકે રમી રહ્યા હતા. એવામાં સેમી-ફાઈનલમાં પાકિસ્તાન સામે ઈજાગ્રસ્ત હોવાના કારણે નેહરા ફાઈનલ મેચ રમી શક્યા નહોતા, પરંતુ આ દરમિયાન ભારત જીત્યું ત્યારે બંનેએ જીતની ઉજવણી કરી હતી. આ સીઝનમાં બંને ગુજરાત સાથે છે અને હેડ કોચની ભૂમિકામાં નેહરા છે તો ગેરી કર્સ્ટન ટીમના મેન્ટર છે. ત્યારે ટીમ જીતી ગઈ ત્યારે આ સમયે પણ આ જોડીએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
બંને સમયે સંગાકારા અને મલિંગાની જોડી હારી
2011 વર્લ્ડ કપમાં ભારતીય ટીમે શ્રીલંકાને હરાવી વર્લ્ડ કપ જીતી લીધો હતો. આ સમયે SLનો કેપ્ટન સંગાકારા હતો, જ્યારે મુખ્ય બોલર લસિથ મલિંગા રહ્યો હતો. આ સમયે જો IPL 2022ની વાત કરીએ તો સંગાકારા રાજસ્થાન રોયલ્સની ટીમનો ડાયરેક્ટર ઓફ ક્રિકેટ છે તો મલિંગા બોલિંગ કોચ છે. તેવામાં બંને સમયે આ જોડી મહત્ત્વપૂર્ણ ટાઈટલ મેચની લૂઝિંગ ટીમનો ભાગ રહેલી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).