Face Of Nation:પાલનપુર વડગામ તાલુકાના બસુ ગામના અંદાજીત 105 હજયાત્રીઓ પાસેથી મુંબઈ સ્થિત એક ટૂર ઓપરેટરે હજયાત્રાના નામે 2.41 કરોડ રૂપિયા ઉઘરાવી ઓફીસને તાળું મારી રફુચક્કર થઈ જઇ હજયાત્રીઓને કરોડો રૂપિયાનો ચુનો લગાવી જતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પાલનપુર તાલુકાના બાદરપુરા ગામના મુળ રહેવાસી અને મુંબઈમા આલ્ફા એન્ટરપ્રાઇઝ નામની ઓફીસ ચલાવતા નૂરમહંમદ ઇબ્રાહિમ દાઉઆ અને સાથે કામ કરતા તેમના દીકરા માજ નુરમહંમદ દાઉઆ,મોબીન નુરમહંમદ દાઉઆ તેમજ તેમના જમાઇ સોહીલભાઇ ટુર ઓપરેટરના નામે ઓફીસ ચલાવી રહ્યા છે અને છેલ્લા દસ વર્ષથી હજયાત્રા કરાવવા દર વર્ષે હજયાત્રીઓને મક્કા મદીના લઈ જતા હતા.
આ વર્ષે પણ અંદાજીત 105 જેટલા હજયાત્રીઓએ હજયાત્રાએ જવા વડગામના બસુ ગામે આવી એક યાત્રીએ રૂ.2,30,000 આલ્ફા એન્ટરપ્રાઇઝના ટુર ઓપરેટરને આપ્યા હતા.અને તમામ હજયાત્રીઓને 25 જુલાઇ સુધીમાં કામ પતી જવાનુ કહ્યું હતું.જોકે હજની તારીખ નજીક આવી છતા ઓપરેટરો દ્વારા કોઇ તૈયારી ન દર્શાવાતા હજયાત્રી ગુલામરસુલ ઉસ્માનભાઇ પલાસરા, મુસ્લીમ ઉસ્માન પલાસરા, રફીકભાઇ રસુલભાઇ કડીવાલ, આશિફ ઉસ્માન ઘોઘા, શરીફભાઇ રસુલભાઇ કડીવાલ તેમજ અબ્દુલભાઇ અલાઉદ્દીન માંકણોજીયાએ ઓપરેટરોને મોબાઈલ ઉપર સંપર્ક કરવાનુ શરૂ કર્યુ હતું.પિતા પુત્ર સહીત જમાઇના ફોન સ્વીચ ઓફ આવતા યાત્રીઓ અચરજ પામ્યા હતા અને ઓપરેટરોની મુંબઈ ઓફીસે તપાસ કરતા ઠગીયા ટૂર ઓપરેટરો ઓફીસને તાળાં મારી રફુચક્કર થઈ જતા હજયાત્રીઓને 2.41 કરોડજલ ચુનો લગાવી ગયાની જાણ થતાં બસુના હજયાત્રી ગુલામરસુલ ઉસ્માનભાઇ પલાસરાએ છાપી પોલીસ મથકે પહોચી આલ્ફાટૂરના માલિકો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી છે.