Home Politics ધાનાણીએ મોરારિ બાપુના નામે સસ્તું અનાજ ઉપડતું હોવાનો આક્ષેપ કરતા વિધાનસભાનું વાતાવરણ...

ધાનાણીએ મોરારિ બાપુના નામે સસ્તું અનાજ ઉપડતું હોવાનો આક્ષેપ કરતા વિધાનસભાનું વાતાવરણ ગરમાયું

Face Of Nation:ગુજરાત વિધાનસભાના સત્રમાં સોમવારે મોરારિ બાપુના નામે ધાનાણીએ સસ્તું અનાજ ઉપડતું હોવાનો આક્ષેપ કરતા સીએમ રૂપાણીએ ધાનાણીને પુરાવા હોય તો જ મોરારિ બાપુ જેવા સંતનું નામ લેવા જણાવ્યું હતું. મોરારિ બાપુના નામે વિધાનસભાનું વાતાવરણ ગરમાયું હતું. સસ્તા અનાજની દૂકાનોમાં થયેલી ગેરરીતિના સવાલ જવાબ દરમિયાન પરેશ ધાનાણીએ કહ્યું હતું કે રાજ્યમાં સસ્તા અનાજની દૂકાનોમાંથી પૂજ્ય મોરારિ બાપુના નામે થમ્પ ઇમ્પ્રેશન કરી અને આવા અનાજ ઉપડી જાય છે. ધાનાણીએ કહ્યું હતું કે આવા કેટલાય મહાનુભાવોના નામે અનાજ ઉપડી જાય છે. આવા લોકો સામે કોઈ પગલાં લેવા માંગો છો કે કેમ? ધાનાણીના સવાલ બાદ નાયબ મુખ્ય મંત્રી અને મુખ્ય મંત્રી નીતિન પટેલે સખત વિરોધ કર્યો હતો.

સીએમ રૂપાણીએ ધાનાણીના આક્ષેપ સામે કહ્યું હતું કે તમે ફક્ત બેઠા બેઠા આક્ષેપો કરો છો,મોરારિ બાપુ પ્રતિષ્ઠીત સંત છે.એમના નામે અનાજ ઉપાડાયું અને ઉધારાયું એવું કહેતા પહેલાં પૂરાવા રજૂ કરવા પડે. નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે આ હિંદુ સાધુ સંતોને બદનામ કરવાનું મિશનરીઝનું કાવતરૂ છે. ધાનાણી પૂરાવા રજૂ કરે અથવા તો માફી માંગે.ધાનાણીએ મોરારિ બાપુ સાથે સુરતના સાંસદ દર્શના જરદોશનું નામ પણ ઉમેર્યુ હતું. ધાનાણીએ આક્ષેપ કર્યો હતો કે દર્શના બેનના નામે પણ ઇલેક્ટ્રોનિંક થંબથી અનાજ ઉપડી જાય છે. અમે અનેક વાર ફરિયાદ કરી ચૂક્યા છે. અમારી પાસે ડેટા છે કહો ત્યાં બતાવીએ