Home News દાહોદમાં એક ઇમારતની દીવાલ ઉપર માનવ પગલાંના નિશાન જોઈને લોકો કુતુહલમાં મુકાયા

દાહોદમાં એક ઇમારતની દીવાલ ઉપર માનવ પગલાંના નિશાન જોઈને લોકો કુતુહલમાં મુકાયા

Face Of Nation:દાહોદ શહેરના રળિયાતી વિસ્તારમાં નગરપાલિકા દ્રારા 480 જેટલા આવાસો બનાવવામાં આવ્યા છે. જેમાંથી એક મકાનની દીવાલ ઉપર અસંખ્ય માનવ પગલાં અંકિત થયેલા જોવા મળી રહ્યા છે. પ્રથમ દ્રષ્ટીએ ભૂત હોવાનો ભ્રમ પેદા કરી શકે તેવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે.

જમીનથી લઈને છત સુધી જોવા મળતા માનવ પગલાં જોઈને કોઈપણ અચંબામાં પડી શકે છે. કે આખી દીવાલ ઉપર પગલાંના નિશાન કેવી રીતે ? જ્યારે આ મામલે તપાસ કરતાં માલૂમ પડ્યું કે આ તમામ મકાનો સિમેન્ટના બ્લોકથી બનેલા છે.જ્યારે મકાન બનાવવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે દીવાલમાં જે બ્લોક વાપરવામાં આવ્યા છે તે બ્લોકનું જ્યારે ઉત્પાદન થયું ત્યારે તેના ઉપર બાળકોએ રમત રમતા પગલાંની છાપ તેના ઉપર ઉપસી ગઈ અને એ જ બ્લોક નો ઉપયોગ દીવાલ માં કરવામાં આવ્યા હોવાથી દીવાલ ઉપર પગલાં જોવા મળી રહ્યા છે.