Face Of Nation:કાંકરિયા તળાવમાં બાલવાટિકા પાસે બનેલી રાઇડ્સ દુર્ઘટનાના કારણે બે લોકોના મોત થયા છે. મોતના પગલે પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ છે. જોકે, આ દુર્ઘટનાએ દાણીલીમડા રહેતા મોમીન પરિવારની ચાર બહેનોનો એકના એક ભાઇનો ભોગ લીધો છે. રવિવારે બનેલી રાઇડ્સ દુર્ઘટનામાં 22 વર્ષિયી મહમદ ઝૈદ આર મોમીનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મળતી માહિતી પ્રમાણે દાણીલીમડા વિસ્તારમાં ક્લીફટન ટાવરમાં મોમીન પરિવાર રહે છે. આ પરિવારમાં ચાર બહેનો વચ્ચે એકનો એક ભાઇ 22 વર્ષીય મહમદ ઝૈદ આર મોમીન રવિવારની રજા હોવાથી કાંકરિયા તળાવમાં ફરવા આવ્યો હતો. ઝૈદ બાલવાટીકા ગેટ નં-4 પાસે આવેલી ડિસ્કવરી રાઇડ્સમાં બેઠો હતો. જોકે, ઝૈદને ખબર ન્હોતી કે આ મજા તેના જીવનની છેલ્લી મજા હશે. ઝૈદ સહિત બાકીના 30 લોકો આ રાઇડમાં બેઠા હતા. રાઇડ શરૂ થાયાની સેકન્ડોમાં જ રાઇડ વચ્ચેથી તૂટી પડી અને તમામ 31 લોકો 60 ફૂટની ઊંચાઇએથી જમીન ઉપર પટકાયા હતા. રાઇડ જમીન ઉપર પટકાવવાની સાથે જ 22 વર્ષીય ઝૈદનું ગંભીર ઇજાઓના કારણે મોત નીપજ્યું હતું. આમ મામીન પરિવારનો એકના એક કુળદિપક બુજાઓ હતો. પરિવારના એકનો એક ભાઇ અને દીકરો ગુમાવતા મોમીન પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. અને શોકની લાગણી ફેલાઇ હતી.