https://youtu.be/oZxwuUbtT0Y
Face Of Nation 01-06-2022 : વડોદરા શહેર પાસે આવેલા ઇટોલા ગામની સીમમાં રાત્રે હિંસક દીપડાએ રસ્તા પર જતા સસલાનો શિકાર કર્યો હતો. જેના દ્રશ્યો એક ખેડૂતે કેમેરામાં કેદ કર્યાં હતા. આ બનાવે ગ્રામજનોમાં ગભરાટ ફેલાવી દીધો છે.
દીપડાએ સામેથી આવતા એક સસલાનો શિકાર કર્યો
વન્ય પ્રાણીઓ હવે ખોરાકની શોધમાં માનવ વસ્તીમાં આવી જતાં હોવાની ઘટનાઓ રાજ્યના લગભગ તમામ જંગલોની આસપાસના વિસ્તારમાં સામાન્ય બની ગઈ છે, ત્યારે વડોદરા શહેરની નજીક આવેલા ઇટોલા ગામમાં દીપડો દેખાયો હતો. જેને પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરની નજીક આવેલા ઇટોલા ગામની સીમમાં મોડી રાત્રે એક સ્થાનિક ખેડૂતે હિંસક દીપડાને સીમમાંથી પસાર થતા જોયો હતો. આ સમયે દીપડાએ સામેથી આવતા એક સસલાનો શિકાર કરતા આ સમગ્ર ઘટનાનો વીડિયો કેમેરામાં કેદ થઈ ગયો હતો.
10 વર્ષમાં દીપડાઓની સંખ્યામાં 30 ટકાનો વધારો
આ અગાઉ અનેક વખત રહેણાંક વિસ્તારોમાં હિંસજ પ્રાણીઓની હાજરી જોવા મળી છે. ખોરાકની શોધમાં દિપડા અને સિંહ જેવા પ્રાણીઓ માનવ વસ્તીમાં આવી જતાં હોય છે. ગત જાન્યુઆરી 2021માં વનમંત્રી ગણપત વસાવાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં દીપડાની સંખ્યામાં 20 ટકા વધારો થયો છે. વર્ષ 2006માં થયેલી વસતિ ગણતરી મુજબ 1070 દીપડાઓ હતા, જે વર્ષ 2011માં 1160 થયા હતા. ત્યાર બાદ 2016માં દીપડાઓની સંખ્યા 20.25 ટકા વધીને 1395એ પહોંચી હતી. આમ એક દાયકામાં દીપડાઓની સંખ્યામાં 30 ટકાનો વધારો થયો હતો.
દીપડો ક્યાંથી આવ્યો તે અંગે વન વિભાગ તપાસ કરશે
ગાઢ જંગલમાં હિંસક પ્રાણીઓ દ્વારા થતાં શિકારના દ્રશ્યો જેવું જીવંત દ્રશ્ય વડોદરાના પાદરે ઇટોલાની સીમમાં કેમેરામાં કેદ થયું હતું. હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. વડોદરા નજીક દિપડાની ઉપસ્થિતિ હાલ ચિંતાનો વિષય બની છે. દીપડો ક્યાંથી આવ્યો તે અંગે પણ વન વિભાગ તપાસ હાથ ધરશે.
34 ટકા દીપડાઓ માનવ વસ્તીની આસપાસ વસવાટ કરે છે
કુલ દીપડાઓમાં 34 ટકા દીપડાઓ એટલે કે આશરે 470થી વધુ માનવ વસ્તીની આસપાસ વસવાટ કરે છે. દીપડો હિંસક પ્રાણી હોવાથી તેનો વસ્તી વધારો હાલ ખેડૂતો, રાજ્ય સરકાર અને વન વિભાગ માટે ચિંતાજનક સાબિત થઈ રહ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).