Home News મુંબઈમાં ફેબ્રુઆરી બાદ પ્રથમ વખત કોરોનાના સૌથી વધારે દર્દી મળ્યા; મુંબઈ આજે...

મુંબઈમાં ફેબ્રુઆરી બાદ પ્રથમ વખત કોરોનાના સૌથી વધારે દર્દી મળ્યા; મુંબઈ આજે કોરોનાના 506 નવા કેસ નોંધાયા; પોઝિટિવિટી રેટ 6 ટકા સુધી પહોંચ્યો

Face Of Nation 02-06-2022 : મુંબઈમાં કોરોનાએ ફરી ઝડપ પકડી છે. છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં 506 નવા કોવિડ દર્દી મળ્યા છે. જે આ વર્ષે 6 ફેબ્રુઆરી (536 કેસ) બાદ સૌથી વધારે સંખ્યા છે. શહેરમાં ટેસ્ટ સમયે પોઝિટિવિટી રેટ 6 ટકા પહોંચી ગયો છે. મુંબઈમાં એપ્રિલમાં આવેલા કેસની તુલનામાં મે મહિનામાં કોવિડના દર્દીઓની સંખ્યામાં 100 ટકા કરતા વધારે વૃદ્ધિ નોંધાઈ છે. મુંબઈ છેલ્લાં 24 કલાકમાં 218 દર્દીઓ સાજા થઈને ઘર પરત ફર્યા છે. તો હાલમાં 2,526 સક્રિય દર્દીઓ છે. જેમાં અત્યાર સુધીમાં 10 લાખ 43 હજાર 710 દર્દીઓ કોરોના મુક્ત થઈ ગયા છે અને રિક્વરી રેટ 98 નોંધાયો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).