Face Of Nation:ગુજરાતમાં 40,000 જેટલા ઔદ્યોગિક એકમો પાસેથી વેટ, જી.એસ.ટી અને સેલ ટેક્સ પેટે 29,000 કરોડની વસૂલાત બાકી નીકળે છે. જેમાંથી 6,393 ઔદ્યોગિક યુનિટ પાસેથી 10 લાખ કે તેથી વધુની રકમ ટેક્સ પેટે વસૂલવાની બાકી છે. કુલ 29,650 કરોડ રૂપિયાની વસૂલાત બાકી છે.
ટેક્સ પેટે ચૂકવવાનાં બાકી નાણાંના સૌથી વધુ ઔદ્યોગિક એકમોમાં 7,592 એકમો સાથે સુરત પ્રથમ અને ત્યારબાદ 7,377 એકમો સાથે વડોદરા બીજા ક્રમાંક પર આવે છે. વડોદરાની આસપાસ ઔદ્યોગિક એકમો મોટા પ્રમાણમાં વિકસીત થયા છે. વડોદરાની આસપાસના વિસ્તારોમાં કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર, ફાર્માસ્યુટિકલ્સ, બાયોટેક્નોલોજી, ફિશરીઝ એન્ડ ડેરીના ક્ષેત્ર સાથે સંકળાયેલા ઔદ્યોગિક એકમોનો સમાવેશ થાય છે. વડોદરા પાસે 18,000 જેટલા લઘુ અને મધ્ય ઔદ્યોગિક એકમો આવેલા છે, જેમાં 5,713 એકમો સર્વિસ સેક્ટર સાથે સંકળાયેલા છે અને 1,923 એકમો ટેક્સટાઇલ સેક્ટર સાથે સંકળાયેલા છે. વડોદરાના ઓદ્યોગિક એકમોને રાજ્યમાં સૌથી વધુ ટેક્સ પેટે ચૂકવવાના નાણાં બાકી નીકળે છે.