Home Gujarat અમદાવાદ પોલીસની ખરી સેવા; રીક્ષામાં 1.50 લાખ દાગી અને અમુક રોકડા ભરેલી...

અમદાવાદ પોલીસની ખરી સેવા; રીક્ષામાં 1.50 લાખ દાગી અને અમુક રોકડા ભરેલી બેગ ભૂલી ગઈ મહિલા, CCTVથી રીક્ષાને શોધી પોલીસે પાછી અપાવી બેગ!

Face Of Nation 02-06-2022 : અમદાવાદ શહેરમાં ગીતામંદિરથી વાસણા ખાતે રીક્ષામાં મુસાફરી કરતી મહિલા સોનાના દાગીના અને રોકડ રકમ ભરેલી બેગ ભૂલી ગઈ હતી. મૂળ ભાવનગરની મહિલાએ દાગીના ગુમ થવા અંગે વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, જે બાદ પોલીસે CCTV ફૂટેજના આધારે રીક્ષા ચાલકને શોધીને મહિલાની બેગ પાછી અપાવી હતી.
રીક્ષામાં 1.50 લાખના દાગીના અને 23 હજાર રોકડ
મહુવામાં રહેતા જોહરાબાનુ 27મી મેના રોજ એસટી બસમાં મુસાફરી કરીને ગીતામંદિર બસ સ્ટેન્ડે ઉતર્યા હતા. અહીંથી તેઓ વાસણા જવા ઓટોરીક્ષામાં બેઠા હતા. તેમની સાથે એક કાળી બેગ હતી જેમાં 1.50 લાખના દાગીના તથા રૂ.23 હજાર રોકડ હતી. રીક્ષામાંથી ઉતરતા સમયે તેઓ આ બેગ અંદર જ ભૂલી ગયા હતા.
પોલીસે CCTVથી રીક્ષા ચાલક શોધી બેગ પાછી અપાવી
આથી જોહરાબાનુએ વાસણા પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ આપી હતી. તેમની ફરિયાદના આધારે સર્વેલન્સ સ્ક્વોડ દ્વારા CCTV ફૂટેજ ચેક કરીને રીક્ષાનો નંબર જાણીને તેના માલિકને શોધી કઢાયો હતો. આમ રીક્ષા ચાલક પાસેથી આ સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ ભરેલી બેગ લઈને પોલીસે તેના મૂળ માલિકને સોંપી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).