Home Gujarat પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ; વડોદરાના નંદેસરીમાં દિપક નાઈટ્રેટ કંપનીમાં બ્લાસ્ટ થતાં ભીષણ...

પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ; વડોદરાના નંદેસરીમાં દિપક નાઈટ્રેટ કંપનીમાં બ્લાસ્ટ થતાં ભીષણ આગ, 10થી 15 કિલોમીટર દૂર સુધી સંભળાયા ધડાકા, જુઓ Video

https://youtube.com/shorts/HYF4CdorfVY

Face Of Nation 02-06-2022 : વડોદરાના નંદેસરી વિસ્તારમાં આવેલી દિપક નાઇટ્રેટ નામની કંપનીમાં આજે બપોર બાદ બ્લાસ્ટ સાથે ભીષણ આગ ફાટી નીકળી છે. ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડ પહોંચ્યું છે અને આગ પર કાબૂ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. આગની ઘટના હાલમાં કેટલી જાનહાનિ કે ઇજા થઇ તે અંગેની તપાસ જારી છે. આગના ધૂમાડાના ગોટેગોટા હાઇવે પરથી દૂર દૂર સુધી દેખાઇ રહ્યા છે. તો બીજીતરફ ફાયરબ્રિગેડ દ્વારા દિપક નાઇટ્રેટમાં લાગેલી આગની ઘટનાને પગલે બ્રિગેડ કોલ જાહેર કરાયો છે. હજુ સુધી આગ કાબૂમાં આવી નથી અને ધડાકા સાથે આગની જ્વાળાઓ નીકળી રહી છે. કંપની બહાર એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી છે.સયાજી હોસ્પિટલની બહાર સ્ટ્રેચર પણ તૈયાર રખાયા છે.
ધડાકા 10થી 15 કિમીના વિસ્તારમાં સંભળાયા
વડોદરા શહેર નજીક આવેલી નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ માં દિપક નાઇટ્રેટ કંપનીમાં કામગીરી દરમિયાન એક પ્લાન્ટનું બોઇલર આરટીઓ હતું જેના કારણે એક પછી એક એવા 8 ધડાકા થયા હતા અને આ ધડાકા આજુબાજુના 10થી 15 કિમીના વિસ્તારમાં સાંભળવા મળતા લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો.
15 જેટલા ફાયર ફાઈટરો કામે લાગ્યા
ભારે ધડાકા સાથે લાગેલી ભીષણ આગના ગોટેગોટા દૂર સુધી દેખાતા હતા. આ બનાવની જાણ પ્રાથમિક રીતે ફ્રી ફાયર બ્રિગેડને થતાં તેઓએ ઘટનાસ્થળે પહોંચી જઈ બચાવ કામગીરી શરૂ કરી હતી, પરંતુ, આ ભીષણ આગ એમ વધુ રુદ્ર સ્વરૂપ ધારણ કરતાં આગ કાબુમાં આવે તેવી શક્યતા નહીં લાગતા વડોદરા ફાયરબ્રિગેડ તેમજ આસપાસના ઉદ્યોગોના ફાયર ફાઇટરોની મદદ લીધી છે અને એક સાથે 15 જેટલા ફાયર ફાઈટરો આગ બુઝાવવાના કામે લગાડવામાં આવ્યા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).