Home News સર્વિસ ચાર્જ પર સરકારનું કડક વલણ; કેન્દ્ર સરકારે સર્વિસ ચાર્જને ગણાવ્યો સંપૂર્ણપણે...

સર્વિસ ચાર્જ પર સરકારનું કડક વલણ; કેન્દ્ર સરકારે સર્વિસ ચાર્જને ગણાવ્યો સંપૂર્ણપણે ‘ગેરકાયદેસર’, રેસ્ટોરાં અને હોટલ માલિકોને ન વસૂલવાનું કહ્યું!

Face Of Nation 02-06-2022 : કેન્દ્ર સરકારે ઉપભોક્તા બાબતના વિભાગ (DOCA)એ આજે નેશનલ રેસ્ટોરાં એસોસિએશન ઓફ ઈન્ડિયા (NRAI)ની સાથે થયેલી બેઠકમાં સર્વિસ ચાર્જ ન વસૂલવાનું કહ્યું છે. દેશભરના રેસ્ટોરાંમાં ગ્રાહકોને ખાવા-પીવાના બિલમાં સર્વિસ ચાર્જ જોડીને માગવામાં આવે છે. સરકારે આ સર્વિસ ચાર્જને અયોગ્ય ગણાવતા તેને ન વસૂલવાના નિર્દેશ આપ્યા છે. સરકાર ટૂંક સમયમાં જ આ અંગેના નિયમ પણ લાવી શકે છે.
સૌથી પહેલા સમજો, સર્વિસ ચાર્જ શું હોય છે?
જ્યારે તમે કોઈ પ્રોડક્ટ કે સર્વિસ ખરીદો છો તો તેના માટે થોડાં પૈસા આપવા પડે છે. તેને જ સર્વિસ ચાર્જ કહેવામાં આવે છે. એટલે કે હોટલ કે રેસ્ટોરાંમાં ખાવાનું મંગાવવાથી લઈને બીજી સેવાઓ માટે ગ્રાહક પાસેથી સર્વિસ ચાર્જ વસૂલવામાં આવે છે. ગ્રાહક પણ હોટલ કે રેસ્ટોરાંને કોઈ પણ જાતના સવાલ-જવાબ કર્યા વગર સર્વિસ ચાર્જની સાથે પેમેન્ટ કરી દે છે. જો કે આ ચાર્જ ટ્રાઝેક્શન સમયે જ વસૂલવામાં આવે છે, ન કે સર્વિસ લેતી સમયે.
બિલના કેટલાંક ટકા વસૂલવામાં આવે છે સર્વિસ ચાર્જ
સર્વિસ ચાર્જ હોટલ કે રેસ્ટોરાંના બિલમાં સૌથી નીચે લખેલા હોય છે. સામાન્ય રીતે તમારા બિલના કેટલાંક ટકા હોય છે. મોટાભાગે આ 5% હોય છે. એટલે કે તમારું બિલ જો 1000 રૂપિયાનું છે તો આ 5% સર્વિસ ચાર્જ મુજબ 1,050 રૂપિયા થઈ જશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).