Face Of Nation 03-06-2022 : હાર્દિક ઉપર લગાવવામાં આવેલા કેસો હવે પરત ખેંચી લેવામાં આવશે. ભાજપના રાજકીય સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ભાજપમાં પ્રવેશતાની સાથે જ હવે હાર્દિક તમામ આરોપોમાંથી મુક્ત બની જશે. આ માટેની તૈયારીઓ પણ હાર્દિકના આગમન પહેલા કરી લેવામાં આવી હતી. કોર્ટોમાં ચાલી રહેલા જુદા જુદા કેસોમાં સરકાર સમાધાનકારી વલણ અપનાવશે અને સરકારી વકીલ કોઈ પણ પ્રકારની હાર્દિક વિરુદ્ધ દલીલ કરશે નહીં તેવી પણ માહિતીઓ મળી છે. જો કે આ અંગે ખુલીને કાંઈ પણ કહેવું યોગ્ય જણાતું નથી. હાલ રાજકીય સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો હાર્દિક ઉપરના રાજદ્રોહ સહિતના કેસો પરત ખેંચી લેવા સરકાર સમાધાનકારી વલણ અપાવશે.
હાલ ગુજરાત હાઇકોર્ટ સહિત હાર્દિક સામેના કેસો અંગેની જુદી જુદી પિટિશનો ચાલી રહી છે. આ તમામ પિટિશનનોનો સરકાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. હવે હાર્દિક ભાજપમાં ભળી જતા સરકાર દ્વારા સમાધાનકારી વલણ અપનાવી કોઈ પણ પ્રકારનો વિરોધ નહિ કરવામાં આવે. આ માટે હાર્દિક પાસે નક્કી થયા મુજબ કેસો પરત ખેંચી લેવાની રણનીતિ અપનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી જુદા જુદા વકીલોએ હાર્દિક તરફથી હાઇકોર્ટ સહિતની કોર્ટોમાં લડત આપી છે. રાજકીય રંગ પકડતા હાર્દિકથી કેટલાક નામચીન અને સારા વકીલો દૂર પણ રહ્યા છે તેવામાં ભાજપમાં ભળતા હવે સરકાર તરફથી હાર્દિકનો કોઈ પણ પ્રકારનો વિરોધ કરવાનો રહેતો નથી. પાટીદાર અનામત આંદોલન બાદ અનેક યુવાનોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા તો કેટલાક પાટીદાર યુવાનોએ જીવ પણ ગુમાવ્યા હતા, તેવામાં હાર્દિકે સરકારમાં ભળીને પોતાની જાતને કેસોમાંથી બચાવી લેવાની રણનીતિ અપનાવી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).