Home Gujarat પત્રકાર પરિષદ : હાલમાં સક્રિય રાજકારણમાંથી થોડા સમય માટે લઉં છું ‘બ્રેક’,...

પત્રકાર પરિષદ : હાલમાં સક્રિય રાજકારણમાંથી થોડા સમય માટે લઉં છું ‘બ્રેક’, હજી ત્રીજા લગ્ન પણ કરવા છે, છૂટાછેડાની જોઈ રહ્યો છું ‘રાહ’ : ભરતસિંહ સોલંકી

Face Of Nation 03-06-2022 : કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ તેમની પત્ની સાથેના વિખવાદને લઈને આજે પત્રકાર પરિષદ કરી છે. પત્રકારોને જણાવ્યું હતું કે, મારી પત્ની રેશમાને મારી મિલકતમાં રસ છે. તેણે દોરાધાગા કરાવીને હું ક્યારે મરીશ તેવું પૂછે છે. મારી 30 વર્ષની રાજકીય કારકિર્દીને ખતમ કરવા માટે પ્રયાસ કરવામાં આવે છે. મારા વિરોધીઓને આવા વિવાદોમાં જ રસ છે. મારે હજી ત્રીજા લગ્ન કરવાના છે. હું મારા છુટા છેડાની રાહ જોઈ રહ્યો છું.આજે મેં વિચાર કર્યો છે કે સક્રિય રાજકારણમાંથી મારે વિરામ લેવો છે. આ નિર્ણય મારો પોતાનો અંગત નિર્ણય છે.
વિવાદો ચૂંટણી આવે ત્યારે જ શરૂ થઈ જાય છે
તેમણે કહ્યું હતું કે, રાજકીય રીતે 1992માં રાજકારણમાં આવ્યો. નાનકડા કાર્યકરથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે ઘણી જવાબદારી મળી. છેલ્લા 7 મહિનાથી ગુજરાતની રાજકિય પરિસ્થિતિ અને તેમાં વ્યક્તિ ગત રીતે જે વિવાદો મારી સામે ચાલ્યાં છે. આવા વિવાદો ચૂંટણી આવે ત્યારે જ શરૂ થઈ જાય છે. આ પરિસ્થિતિમાં રામ મંદિરની આખી વાત ના સમજાઈ. રામનું મંદિર બને અને ભરતને ના ગમે! હું વર્ષોથી કહેતો આવ્યો છું.7 મહિનાનનો જવાબ આપવાનો છે.
વાત ને રંગ પણ અલગ આપવામાં આવે છે
અમે હિંદુ ધર્મના સાચા હિમાયતી છીએ. પણ વાત ને રંગ પણ અલગ આપવામાં આવે છે. આ દેશમાં કેટલાય કુટુંબ છે જેમના લગ્નજીવનમાં સમસ્યા સર્જાતી હોય છે. પરિવારમાં સમાધાન ન થાય તો કોર્ટ સુધી મુદ્દો જાય છે. ભરતસિંહના લગ્ન કેવા સંજોગોમાં થયા તે બાબત પણ જાણવી જોઈએ. જ્યાં લગ્ન થયા ના 15 વર્ષ સુધી કોઈ સબંધ ન હોય માત્ર ઔપચારિક સબંધ રહ્યા છે. હું ઇચ્છતો હતો કે આ બાબત ઘરની ઘરમાં રહે.
હવે આ બાબતે કોર્ટ નક્કી કરશે
આ દેશ સ્ત્રી દાક્ષિણ્યનો છે. મને કોરોના થયો ત્યારે મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને અહેમદ પટેલે મદદ કરી. મને બરોડાથી અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં લઈ આવ્યાં. મેં જેને છુટા છેડા આપવા માટે અરજી કરી તેણે મારા પિતાને કહ્યું કે હવે ભરત નહીં બચે. મને એ હોસ્પિટલમાં મળવા આવ્યા ત્યારે એક જ વાત કરતાં હતાં કે તમે મરી જશો તો મારૂ શું થશે. તેને મારા રૂપિયા ક્યાં છુપાયેલા છે તે શોધવામાં જ રસ હતો. મારે કોઈ બાળક નથી. મારુ મૃત્યુ થાય તો મારી મિલકત તેમને જ મળવાની હતી પણ તેમને ધીરજ નહોતી. તેણે દોરા ધાગા કર્યાં અને પુછતી કે આ ક્યારે મરશે.
નજીકના સગા સાથે પણ પ્રોપર્ટી માટે ઝઘડો કર્યો
જ્યારે મારા જીવન જોખમ આવ્યું તેમાં હું બચી ગયો અને ખબર પડી કે કોઈની સાથે લેવડ દેવડ કરી હોય તો મારે ચુકવવાની આવી હોત. એટલે મેં કહ્યું કે આ મારા કહ્યામાં નથી.તેમને તેમના નજીકના સગા સાથે પણ પ્રોપર્ટી માટે ઝઘડો કર્યો. મેં ટીકીટ વહેંચી એવાં આક્ષેપ કર્યા. અમિત ચાવડાને પ્રમુખ બનાવ્યા ત્યારથી આ વિવાદ શરૂ થયા હતાં. આજે મને એવું લાગી રહ્યું છે કે આ જુદા પ્રકારની લડાઈ છે.મેં નોટિસ 12મી જુલાઈ 2021ના રોજ નોટીસ આપી હતી. તેણે 29મી માર્ચે આવીને બેવરલી હિલ્સની કબજો લઈ લીધો.
હું એ યુવતી સાથે આઈસક્રીમ ખાવા ગયો હતો
મને દુઃખ થાય છે કે વ્યક્તિગત જીવનની જાહેરમાં ચર્ચા કરવી પડે છે. માટે જ મારે મીડિયાની સામે આવવું પડ્યું છે. હાલમાં આણંદના મકાનના વીડિયો સામે આવ્યાં હતાં. ત્યાં હું આઈસક્રીમ ખાવા ગયો હતો. એ યુવતીનું ઘર હતું અને આ ટોળું ત્યાં આવી ગયું હતું. મને કોઈ સ્વીકારવા તૈયાર હશે તો મારૂ ત્રીજું લગ્ન પણ થશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).