Home News પરિવાર પર નવી મુસીબતો : 13મી જૂને EDની સામે હાજર થશે રાહુલ...

પરિવાર પર નવી મુસીબતો : 13મી જૂને EDની સામે હાજર થશે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી બાદ પ્રિયંકા પણ થયા કોરોનાગ્રસ્ત, ટ્વીટ કરી આપી જાણકારી!

Face Of Nation 03-06-2022 : નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી હવે 13મી જૂને ED સામે હાજર થવાના છે. EDએ રાહુલ ગાંધી અને સોનિયાને સમન્સ મોકલ્યો છે. ત્યાર પછી રાહુલ ગાંધીએ તપાસ એજન્સી પાસે નવી તારીખ માગી હતી. એમાં સોનિયા ગાંધીએ 8મી જૂને હાજર થવાનું છે, જ્યારે રાહુલ ગાંધીએ 13 તારીખે હાજર થવાનું છે. સોનિયા ગાંધી અત્યારે કોરોના પોઝિટિવ છે, પરંતુ કોંગ્રેસે ખુલાસો કરી દીધો છે કે તેઓ ઈડીની સામે હાજર રહેશે. તો બીજીતરફ માતા સોનિયા ગાંધી બાદ પુત્રી પ્રિયંકા ગાંધી પણ કોરોનાથી સંક્રમિત થયા છે. આં અંગે પ્રિયંકા ગાંધીએ ટ્વિટ જાણકારી આપી હતી.
પ્રિયંકા ગાંધી કોવિડ સંક્રમિત થઈ ગયાં
પ્રિયંકા ગાંધી કોવિડ સંક્રમિત થઈ ગયાં છે. આ પહેલાં ગઈકાલે કોંગ્રેસ-અધ્યક્ષ સોનિયા ગાંધીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી લખનઉથી દિલ્હી આવી ગયાં છે. તેઓ બે દિવસની નવસંકલ્પ ચિંતન શિબિર માટે ગયાં હતાં. તો બીજીતરફ પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને પોતે કોવિડ સંક્રમિત થયાં હોવાની માહિતી આપી છે. તેમણે ટ્વીટમાં જણાવ્યું છે કે મને કોરોનાનાં સામાન્ય લક્ષણો છે. દરેક પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને હું ઘરે જ ક્વોરન્ટીન થઈ છું.
સોનિયા ગાંધીએ પોતાને આઈસોલેટ કર્યા
સોનિયા ગાંધી ગુરુવારે કોરોના સંક્રમિત થયાં હતાં. આ વિશે કોંગ્રેસ-પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ માહિતી આપી હતી. રણદીપ સુરજેવાલાએ એવું પણ કહ્યું હતું કે સોનિયા ગાંધી છેલ્લા કેટલાક દિવસમાં જે નેતાઓ અને કાર્યકર્તાઓને મળ્યા હતા એમાંથી ઘણા લોકો કોરોના સંક્રમિત થયા છે. સુરજેવાલાના જણાવ્યા પ્રમાણે, સોનિયા ગાંધીને આગલા દિવસે સાંજે સામાન્ય તાવ આવ્યો હતો અને ત્યાર પછી કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. સોનિયા ગાંધીએ પોતાને આઈસોલેટ કર્યા છે. જો તેઓ 8મી જૂન સુધી સારાં થઈ જશે તો તેઓ EDમાં નેશનલ હેરાલ્ડ કેસની પૂછપરછમાં હાજર રહેશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).