https://youtu.be/m8xIym9O9ck
Face Of Nation 03-06-2022 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ હીરાસર એરપોર્ટ નિર્માણ પામી રહ્યું છે. જેનું પ્રથમ ફેઝનું કામ આગામી સમયમાં પૂર્ણ થવા જઇ રહ્યું છે. ત્યારે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્થળ મુલકાત પર આવ્યા હતા. પરંતુ રાજકોટ ઝોન 1ના DCP પ્રવીણકુમાર મીણાએ મીડિયા કર્મીઓ સાથે ગેરવર્તન કર્યું હતું. મીડિયા કર્મીઓ હેલિપેડ નજીક ઉભા હતા ત્યારે પ્રવીણકુમાર મીણાએ ગેરવર્તન કર્યું હતું. બે કેમેરામેનનું ગળુ દબાવી ધક્કો માર્યો હતો અને અટકાયત કરવાની વાત કરી હતી. બાદમાં 5થી 7 મીડિયાકર્મીને પોલીસવાનમાં બેસાડી અટકાયત કરી હતી અને પછી છોડી દેવામાં આવ્યા હતા. જોકે સમગ્ર મામલે મીડિયા કર્મીઓએ મુખ્યમંત્રીને રજૂઆત કરતા તેઓએ દિલગીરી વ્યક્ત કરી હતી.
રન-વેથી નજીકથી દૂર રહેવા હડધૂત કર્યા
આ અંગે મીડિયા કર્મચારીઓએ મુખ્યમંત્રીને રજૂઆત કરતા તેઓએ દિલગીરી વ્યક્ત કરી હતી. DCP આ અંગે કઈ પણ બોલવા તૈયાર નથી અને માફી પણ ન માગતા મીડિયા કર્મચારીઓમાં રોષ ભભૂક્યો છે. મીડિયાને રન-વે નજીકથી દૂર કરવા હડધૂત પણ કર્યા હતા. જોકે આ સમગ્ર મામલે મીડિયા કર્મચારીઓ રાજકોટ પોલીસ કમિશનર કચેરી દોડી ગયા હતા અને અહીં ધરણા પર બેસી રામધૂન બોલાવી હતી.
કલેક્ટરે હીરાસર એરપોર્ટની કામગીરી અંગે માહિતગાર કર્યા
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટની ભાગોળે આકાર લઇ રહેલા પ્રધાનમંત્રીના ડ્રીમ પ્રોજેક્ટ એવા આંતરરાષ્ટ્રીય હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટની મુલાકાતે આવ્યા હતા. તેમજ હેલિપેડ, રન-વે અને બ્રિજ નિર્માણ, બોક્સ ક્લવર્ટ વગેરેની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને એરપોર્ટ ઓથોરિટીવતી ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કરતાં કલેક્ટર અરુણ મહેશ બાબુએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા હીરાસર એરપોર્ટની કામગીરી અંગે વિગતવાર જાણકારી આપી હતી.
કામગીરીનો પ્રગતિ રિપોર્ટ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કર્યો
કલેકટરે ફાયર સ્ટેશન, એ.જી.એલ. સબ સ્ટેશન, એમ.ટી.પુલ, એ.ટી.સી. સહિતના કામગીરીનો પ્રગતિ રિપોર્ટ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કર્યો હતો. આ તમામ કામોની વર્તમાન સ્થિતિ અંગે મુખ્યમંત્રીને માહિતી આપી હતી. હીરાસર એરપોર્ટ ઓથોરિટીના જનરલ મેનેરજર લોકનાથે મુખ્યમંત્રીને સાઈટ પર થયેલી અત્યારસુધીની કામગીરી અંગેની વિગતવાર જાણકારી આપી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).