Home Politics કર્ણાટક:કુમારસ્વામી સરકારની થશે અગ્નિપરીક્ષા,18 જૂલાઇએ સાબિત કરવો પડશે બહુમત

કર્ણાટક:કુમારસ્વામી સરકારની થશે અગ્નિપરીક્ષા,18 જૂલાઇએ સાબિત કરવો પડશે બહુમત

Face Of Nation:કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામી સરકારની 18 જૂલાઇના રોજ અગ્નિપરીક્ષા થશે. 18 જૂલાઇના રોડ કુમારસ્વામી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થશે. અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા બાદ વિધાનસભામાં મતદાન થશે. વિધાનસભાની બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોગ્રેસ ધારાસભ્ય દળના નેતા સિદ્ધારમૈયાએ કહ્યું કે, બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠકમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા માટે તારીખ નક્કી કરવામાં આવી છે. કર્ણાટક ભાજપના અધ્યક્ષ યેદિયુરપ્પાએ કહ્યું કે, તેમને બહુમત હાંસલ કરવાનો 100 ટકા વિશ્વાસ છે.

યેદિયુરપ્પાએ કહ્યું કે, મુંબઇમાં રહેલા 15 ધારાસભ્યો, બે અપક્ષ ધારાસભ્યો ભાજપને સમર્થન આપશે.ભાજપને બે વધુ ધારાસભ્યોનું સમર્થન હાંસલ છે. ભાજપ નેતા જગદીશ શેટ્ટારે કહ્યું કે, મુખ્યમંત્રી કુમારસ્વામીની શક્તિ પરીક્ષણમાં હાર થશે. ભાજપના 105 ધારાસભ્યો એક સાથે છે. 16 ધારાસભ્યોના રાજીનામા બાદ હાલની સરકાર સંકટનો સામનો કરી રહી છે.