Home News ‘ગે પતિ’ના ત્રાસથી પત્ની કંટાળી : રાજકોટમાં પતિએ ઘણા સમયથી શારીરિક સંબંધ...

‘ગે પતિ’ના ત્રાસથી પત્ની કંટાળી : રાજકોટમાં પતિએ ઘણા સમયથી શારીરિક સંબંધ ન બાંધતા પત્નીને શંકા ગઈ, પોલીસે અન્ય પુરૂષ સાથે પકડ્યો રંગેહાથ!

Face Of Nation 04-06-2022 : રાજકોટ શહેરમા એક અનોખો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પતિએ ઘણા સમયથી શારીરિક સંબંધ ન બાંધતા પત્નીને શંકા ગઈ હતી. તેમજ અન્ય પુરૂષ સાથે રંગેહાથ ઝપડી લેતા પતિ ગે હોવાનું માલૂમ પડ્યું હતું. અંતે મહિલાએ તેના ગે પતિના ત્રાસથી કંટાળી 181 મહિલા અભિયમ ટીમની મદદ માગી હતી. આથી મહિલા અભિયમ ટીમ દ્વારા મહિલાના પતિને કાયદા વિશે માહિતગાર કરી મહિલાને કાઉન્સેલિંગનની જરૂર હોવાથી તેને સખી વન સ્ટોપ સેન્ટર લાવી કાર્યવાહી હાથ ધરી છે.
181 ટીમે મહિલાને સાંત્વના આપી હતી
ત્રીજી જૂનના રોજ 181 મહિલા અભિયમ હેલ્પલાઇન પર રાજકોટની એક પરિણીત મહિલાનો કોલ આવ્યો હતો. જેમાં મહિલાએ કોલ કરી પતિ શારીરિક અને માનસિક ત્રાસ આપતો હોવાનું કહી મદદ માગી હતી. આથી કાઉન્સિલર તૃપ્તિબેન પટેલ, કોન્સ્ટેબલ પુષ્પાબેન અને પાયલોટ બીપીનભાઇ સ્થળ પર પહોંચ્યા હતા. અહીં પહોંચી મહિલા સાથે વાતચીત કરી મહિલાને સાંત્વના પાઠવી હતી.
પહેલા પતિના સંબંધ મહિલા સાથે હોવાની શંકા હતી
મહિલાએ કાઉન્સિલરને જણાવ્યું હતું કે, તેમના લગ્ન જીવનને 8 વર્ષ થયાં છે અને સંતાનમાં એક 6 વર્ષની દીકરી છે. તેમના પતિને અગાઉ તેની સાથે કામ કરતી એક મહિલા સાથે આડાસબંધ હતા. પરંતુ એ મહિલાના લગ્ન થઇ જતા તેના સબંધો તૂટી ગયા હતા. બાદમાં છેલ્લા ઘણા સમયથી પોતાની સાથે પતિના શારીરિક સંબંધ થતા ન હોવાથી શંકા ઉપજી હતી. બાદમાં ખબર પડી કે પતિના આડાસંબંધો તેની સાથે કામ કરતી મહિલા સાથે નહીં પણ પુરુષ સાથે હોવાનું સામે આવ્યું હતું. આ બંને વાત બંનેને રંગેહાથ પકડ્યા ત્યારે પતિ ગે હોવાની ખબર પડી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).