Face Of Nation 04-06-2022 : પંજાબના સિંગર સિદ્ધૂ મૂસેવાલાના પિતા બલકૌર સિંહ અને માતા સરપંચ ચરણએ આજે ચંડીગઢમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત ચંડીગઢ ટેકનિકલ એરપોર્ટ ખાતે યોજાઈ હતી. મુલાકાત સમયે મૂસેવાલાના પિતા બલકૌર રડવા લાગ્યા હતા. તેમણે હાથ જોડીને શાહને મૂસેવાલા હત્યાકાંડની તપાસ કેન્દ્રીય તપાસ એજન્સી મારફતે કરાવવા વિનંતી કરી હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર શેખાવત અને ચંડીગઢ સાંસદ કિરણ ખેર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ અગાઉ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે સિટિંગ જજ દ્વારા મૂસેવાલા હત્યાકાંડની તપાસ કરાવવાનો ઈન્કાર કરાયો હતો. મૂસેવાલાના પિતાની માગને ધ્યાનમાં રાખી પંજાબ સરકારે હાઈકોર્ટ રજિસ્ટ્રારને પત્ર મોકલ્યો હતો. સરકારને આપવામાં આવેલા જવાબમાં કહેવાયું હતું કે, અગાઉ આમ ક્યારેય થયું નથી કે હાઈકોર્ટ કોઈ સિટિંગ જજ મારફતે કેસમાં તપાસ કરવા આદેશ આપે. આ ઉપરાંત કોર્ટે ન્યાયધિશોની અછત તથા મોટી સંખ્યામાં કેસો પેન્ડિગ હોવાની બાબત પણ ટાંકી હતી.
આ માગને આધારે પરિવારે પોસ્ટમોર્ટમ અટકાવેલું
29મી મેના રોજ માનસાના જવાહરકે ગામમાં મૂસેવાલાની હત્યા કરવામાં આવી હતી. 30મી મેના રોજ પરિવારે હાઈકોર્ટના સિટિંગ જજ સમક્ષ આ અંગે માગ કરાઈ હતી. તેમણે પોસ્ટમોર્ટમની પરવાનગી આપી ન હતી. ત્યારબાદ ગૃહ સચિવ અનુરાગ વર્માએ હાઈકોર્ટ રજિસ્ટ્રારને પત્ર લખ્યો હતો અને ત્યારબાદ જ પોસ્ટમોર્ટમ થયું હતું. તો બીજીતરફ હાઈકોર્ટના ઈન્કાર બાદ ભગવાન માનની સરકારે પરિવારને હાઈકોર્ટના નિવૃત ન્યાયમૂર્તિ મારફતે તપાસ કરવાનું સૂચન કર્યું હતું. તેમણે 5 નામ પણ આપ્યા હતા. જોકે, તેઓ સિટિંગ જજની માગ કરી રહ્યા છે.
પંજાબ પોલીસની SIT તપાસ કરી રહી છે.
સિદ્ધૂ મૂસેવાલા હત્યાકાંડની તપાસ અત્યારે પંજાબ પોલીસ કરી રહી છે. જેની દેખરેખ એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ (AGTF)ના ADGP પ્રમોદ બાન કરી રહ્યા છે. તેમાં IG જસકરન સિંહ, AIG ગુરમીત ચૌહાણ સહિત કુલ 5 સભ્યનો સમાવેશ થાય છે. જોકે, હજુ સુધી આ કેસમાં પોલીસ કોઈ મોટો ખુલાસો કરી શકી નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).