Home Gujarat શમા બિંદુએ ‘સોશિયલ મીડિયા’ પર મૂકી પોસ્ટ; ઘરે મીડિયાને “નો એન્ટ્રી”, જે...

શમા બિંદુએ ‘સોશિયલ મીડિયા’ પર મૂકી પોસ્ટ; ઘરે મીડિયાને “નો એન્ટ્રી”, જે કોઇ મીડિયાકર્મીઓને મારો ઈન્ટરવ્યુ લેવો હોય ફોન કે ઓનલાઇન જ વાત કરે?

Face Of Nation 04-06-2022 : વડોદરા શહેરના સુભાનપુરામાં રહેતી શમા બિંદુએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકી છે કે, તેના ઘરે કોઇ મીડિયાકર્મીઓએ આવવું નહીં. સાથે જ તેણે વીડિયો શેર કરીને કહ્યું છે કે, સોસાયટીમાં તેને ભાડાનું ઘર ખાલી કરવું પડે ત્યા સુધી વાત પહોંચી છે. જે કોઇ મીડિયાકર્મીઓને મારો ઈન્ટરવ્યુ લેવો હોય ફોન પર કે ઓનલાઇન જ વાત કરે. રૂબરૂમાં ન આવે. સાથે જ તેણે કહ્યું છે કે, હું કોઇ પબ્લિસિટી મેળવવા માંગતી નથી.
મારે ઘર ખાલી કરી દેવું પડે ત્યાં સુધી વાત પહોંચી
તેણે કહ્યું હતું કે, મારા સમાચાર વાઇરલ થતાં ઘણા બધા મીડિયાવાળા મારા ઘરે આવતા હતા તેથી મારી સોસાયટીવાળાઓએ મને કહ્યું કે, ઘરે મીડિયાકર્મીઓ એલાઉ નથી. સોસાયટીમાં મારા પ્રત્યે નારાજગી છે અને મારે ઘર ખાલી કરી દેવું પડે ત્યાં સુધી વાત પહોંચી છે. ઘર ખાલી કરવું પડે તે હું ઇચ્છતી નથી. મેં નહોતું વિચાર્યું કે વાત આટલે સુધી આગળ વધી જશે. હું મીડિયા સાથે ઓનલાઇન વાત કરીશ પણ રૂબરૂમાં નહીં મળું.
આત્મવિવાહનો વિરોધ થયો
વડોદરાના સુભાનપુરા રોડ પર આવેલા એક ભાડાના ફ્લેટમાં રહેતી શમા બિંદુએ આત્મવિવાહ એટલે કે, પોતે જ પોતાની સાથે લગ્ન કરવાની જાહેરાત કરતા વિવાદ ઉભો થયો છે. શમાએ પહેલા જાહેરાત કરી હતી કે, હું મારી જાત સાથે જ મંદિરમાં હિન્દુ વિધિથી લગ્ન કરીશ. જેનો વડોદરાના ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર સુનિતા શુક્લએ વિરોધ કર્યો હતો. જેથી શમાએ મંદિરમાં લગ્ન કરવાનું માંડી વાળ્યું હતું. ત્યાર બાદ પણ તેના લગ્નને લઇને વિવાદ જારી છે.
શમાએ પોસ્ટ મૂકી, મીડિયાકર્મીઓએ આવવું નહીં
હવે શમા બિંદુએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકી છે કે, No Media Allowed (મીડિયાકર્મીઓએ આવવું નહીં). સાથે જ તેણે વીડિયો પોસ્ટ કરીને કહ્યું છે કે, કોઇપણ મીડિયાકર્મી મારા ઘર કે સોસાયટી આસપાસ ન આવે. જે લોકોને લાગે છે કે હું આ બધું (આત્મવિવાહ) પ્રસિદ્ધિ માટે કરુ છું, તો એવું બિલકુલ નથી. મેં તો જેવું હંમેશાથી વિચાર્યું હતું તેવા મારે તો માત્ર સાદગીથી મારા લગ્ન કરવા હતા. પરંતુ, હવે હું મારા લગ્નની વચ્ચે રાજકારણ અને મીડિયાને લાવવા માંગતી નથી. જો કોઇ મીડિયા મારો ઇન્ટરવ્યું કે ડિબેટ કરવા માંગે છે તો પહેલા ફોન કે સોશિયલ મીડિયાથી મારો સંપર્ક કરે. હું તેમની સાથે ઓનલાઇન વાતચીત કરીશ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).