Face Of Nation 04-06-2022 : ટી-ટ્વેન્ટી મહિલા અંડર-19 વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં નેપાળ અને UAE વચ્ચે એશિયા ક્વોલિફાયર મેચ મલેશિયાના બાંગી ખાતે રમાઈ હતી. આ મેચમાં નેપાળની ટીમ માત્ર 8 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારપછી યુએઈની ટીમે 7 બોલમાં ટાર્ગેટ ચેઝ કરી મેચ જીતી લીધી હતી. આ મેચમાં UAEની ફાસ્ટ બોલર માહિકા ગૌરે સૌથી વધુ 5 વિકેટ પોતાના નામે કરી હતી. આની સાથે જ માહિકાએ બે ઓવર મેડન પણ ફેંકી હતી અને મેચમાં માત્ર 2 રન આપ્યા હતા.
આખી ટીમ 8.1 ઓવરમાં જ પેવેલિયન પરત
નેપાળની ટીમે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ટીમના 6 બેટર શૂન્ય રન કરી પેવેલિયન ભેગા થઈ ગયા હતા. જોતજોતામાં 20 ઓવરની મેચમાં આખી ટીમ 8.1 ઓવરમાં જ પેવેલિયન પરત ફરી ગઈ હતી.
મેચ એક કલાક પણ ન રમાઈ
બંને ટીમમાંથી કોઈ પણ ખેલાડી ડબલ્સના આંકડાને સ્પર્શી શકી નહોતી. UAE તરફથી તીર્થ સતીષે સૌથી વધુ અણનમ ચાર રન કર્યા હતા. જ્યારે નેપાળ તરફથી સ્નેહ મહારાજે સૌથી વધુ 3 રન કર્યા હતા, તે દસ બોલ રમી શકી હતી.
બે વખત મહિલા ટીમ 6 રનમાં ઓલઆઉટ થઈ ગઈ
T20 ક્રિકેટમાં બે વખત મહિલા ટીમ 6 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. પહેલીવાર આ રેકોર્ડ માલીની ટીમના નામે આવ્યો હતો. ક્વિબુકા મહિલા T-20 ટૂર્નામેન્ટમાં માલીની ટીમ માત્ર 6 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચ રવાન્ડાની રાજધાની કિગાલી શહેરમાં રમાઈ હતી. 6 રનમાંથી માત્ર એક રન બેટ વડે થયો હતો અને બાકીના પાંચ વધારાના રન હતા. આ મેચ 18મી જૂન 2019ના દિવસે રમાઈ હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).