Face Of Nation 04-06-2022 : ગુજરાતમાં અમૂલ ડેરીએ પશુપાલકો પાસેથી લેવાતા દૂધના ખરીદી ભાવમાં રૂપિયા 10નો વધારો કરીને પશુપાલકોને મોટી રાહત આપી છે. આ સાથે જ અમૂલ ડેરીએ દૂધ ખરીદીનો પ્રતિ કિલો ફેટનો નવો ભાવ 740 રૂપિયા થયો છે. જે અગાઉ 730 રૂપિયા ભાવ હતો. અમૂલ ડેરીએ કરેલા નિર્ણયનો સીધો લાભ આણંદ, મહિસાગર, ખેડા જિલ્લાના 6 લાખ પશુપાલકોને મળશે. અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમારે કહ્યું કે, આ નવો ભાવ વધારો 11મી જૂનથી પશુપાલકોને ચૂકવવામાં આવશે.
અમૂલનું વાર્ષિક ટર્ન ઓવરમાં 19 ટકાની વૃદ્ધિ થઈ
અમૂલનું વાર્ષિક ટર્ન ઓવરમાં 10,000 કરોડને પાર પહોંચી ગયું છે અને 19 ટકાની વૃદ્ધિ થઈ છે. ગત વર્ષે અમૂલ ડેરીમાં કુલ 131 કરોડ લીટર દૂધની આવક થઈ હતી. જે ચાલુ વર્ષે વધીને 150 કરોડ લીટરે પહોંચી છે. તો પશુપાલકોએ અંતિમ ભાવની રકમમાં પણ 9.37 ટકાનો વધારો કરાયો છે. ગત વર્ષે 320 કરોડ અંતિમ ભાવની ચૂકવાણી થઈ હતી. ચાલુ વર્ષે પશુપાલકોને 350 કરોડથી વધુ રકમ ચૂકવાઈ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).