Face Of Nation 06-06-2022 : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ ટી-ટ્વેન્ટી મેચની સિરીઝ 9મી જૂનથી શરૂ થવા જઈ રહી છે. તેવામાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહની ગેરહાજરીમાં યુવા ટીમ મેદાનમાં ઉતરશે. હિટમેન રોહિત શર્મા અને કોહલી વિના ભારતીય ટીમ 13 વર્ષ પછી ઘરેલૂ મેદાનમાં કોઈ ટી-ટવેન્ટી મેચ રમવા ઉતરી રહી છે. છેલ્લી વાર 12મી ડિસેમ્બર 2009ના દિવસે આમ થયું હતું. ત્યારે ધોની કેપ્ટન હતો અને તે સમયે ગૌતમ ગંભીર, વિરેન્દ્ર સેહવાગ, યુવરાજસિંહ જેવા ખેલાડી ટીમમાં સામેલ હતા. આ સમયે ભારતીય ટીમ શ્રીલંકા વિરૂદ્ધ મોહાલીમાં રમાયેલી મેચ 6 વિકેટથી જીતી ગઈ હતી. ત્યારે સહેવાગે 64, યુવરાજે 60 અને ધોનીએ 46 રન કર્યા હતા.
દિનેશ કાર્તિક અત્યારની ટીમમાં પણ સામેલ
ભારતીય ટીમે 58 T20 મેચ ઘરેલૂ મેદાનમાં રમી છે. જેમાંથી 19માં હારનો સામનો કર્યો છે. આ દરમિયાન વિરાટ કોહલી અને રોહિત શર્મામાંથી કોઈ એક હંમેશા ટીમની પ્લેઇંગ-11માં હાજર રહ્યું છે. તો બીજી બાજુ 2009માં રમાયેલી મેચનો એક ખેલાડી એટલે કે દિનેશ કાર્તિક અત્યારની ટીમમાં પણ સામેલ છે. તેને ફરીથી પ્લેઇંગ-11માં તક મળી શકે છે.
દિલ્હીમાં અફઘાનિસ્તાનનો રેકોર્ડ તૂટી શકે
ભારતીય ટીમ જ્યારે સિરીઝની પહેલી મેચ રમવા માટે અરુણ જેટલી સ્ટેડિયમમાં ઉતરશે ત્યારે બધા ફેન્સની નજર એક ખાસ રેકોર્ડ પર રહેશે. ભારતીય ટીમ ટી-ટવેન્ટીના વિજય રથ પર અત્યારે સવાર છે. તે છેલ્લી 12 મેચથી જીત પ્રાપ્ત કરતી આવી છે. તેવામાં સતત જીત મેળવવાની યાદીમાં સંયુક્તરૂપે અફઘાનિસ્તાન સાથે અત્યારે ભારત ટોપ પર છે. જેથી આ મેચ જીતી ભારત પોતાની વિનિંગ સ્ટ્રીક જાળવી રાખવા મેદાનમાં ઉતરશે. આવું કરીને ભારત 13 સતત જીત સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવવા તૈયાર રહેશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).