Face Of Nation 06-06-2022 : પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ચંડીગઢ અને દિલ્હીમાં ખંડણી, હત્યા, ડ્રગ અને હથિયારોનું નેટવર્ક ચલાવનાર કુખ્યાત લૉરેન્સ બિશ્નો ગેંગ દેશની સૌથી સુરક્ષિત ગણાતી તિહાડ જેલમાંથી ચલાવે છે. અહીંથી પોતાની ટોળકીને સંપત નેહરાને માહિતી આપી લૉરેન્સ ટાર્ગેટનું નામ જણાવે છે. ઓસ્ટ્રિયામાં બેઠેલો તેનો ભાઈ અનમોલ અને કેનેડામાં બેઠેલો સાથે સતિન્દ્ર સિંહ, ગોલ્ડી બરાડ ખંડણી માટે ફોન કરે છે.
3 શહેરોમાં ટોળકીના 70 શૂટર છે
બીજીતરફ રૂપિયા ન મળતા દુબઈમાં બેઠેલો સચિન થાપન ઉર્ફે બિશ્નોઈ શૂટર મોકલીને હત્યા અને ફાયરિંગ કરાવે છે, તે માટે હરિયાણા, રાજસ્થાન અને પંજાબમાં ટોળકીના 70 શૂટર છે. ખંડણીમાંથી રૂપિયાનો થોડોક ભાગ ચિત્તોડગઢમાં અફીણના વેપાર, રાજસ્થાન અને ચંડીગઢના શરાબના વ્યવસાયમાં જ્યારે એક ભાગ હવાલાની મદદથી બ્રિટન મોકલવામાં આવે છે. બ્રિટનમાં લૉરેન્સનો સાથી મોન્ટી આ પૈસાનું રોકાણ કરે છે. મોન્ટી ઈટાલીના ડ્રગ માફિયાઓ સાથે પણ જોડાયેલો છે.
12 વર્ષ પહેલા પહેલી ફરિયાદ દાખલ થઇ હતી
અબોહરના પોલીસ સ્ટેશન બહાવવાલામાં દૂતરવાલી રહેવાસી લૉરેન્સ બિશ્નોઇ પર 2010માં ચૂંટણી દરમિયાન ફાયરિંગના આરોપમાં પહેલી FIR દાખલ કરાઇ હતી. ત્યારે તે 19 વર્ષનો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).