Face Of Nation 06-06-2022 : અમદાવાદના ટાગોર હોલમાં યોજાયેલા વિદ્યાર્થી અને શિક્ષકોના સન્માન સમારંભમાં શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. શિક્ષકોને સંબોધતાં મંત્રી જિતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, વર્ષ 2022ના વર્ષમાં નવા સત્રથી સ્કૂલો શરૂ થઈ રહી છે, ત્યારે ધોરણ 1થી 3માં ગુજરાતી માધ્યમની સ્કૂલોમાં અંગ્રેજી વિષય ભણાવાશે. જે અંગે ગત વર્ષે જાહેરાત કરી હતી. એનું અમલીકરણ કરવા જઈ રહ્યા છીએ. ગુજરાતી ફરજિયાત વિષય રહેશે. આ પહેલાં સરકારી સ્કૂલમાં ત્રીજા ધોરણ પછી અંગ્રેજી ભણાવવાની વ્યવસ્થા હતી.
ચિત્ર દ્વારા અંગ્રેજી વિષય તરીકે ભણાવવાનું નક્કી
તેમણે આગળ જણાવ્યું હતું કે ત્રીજા ધોરણમાં પુસ્તક તેમજ પહેલા અને બીજા ધોરણમાં ચિત્ર દ્વારા અંગ્રેજી વિષય તરીકે ભણાવવાનું નક્કી કરવામાં આવ્યું છે, કારણ કે કે નાનું બાળક સાત આઠ વર્ષ સુધી ગ્રાસ્પિંગ કરી શકતું હોય છે. શિક્ષકોને પણ ટ્રેનિંગ આપવાની છે, કારણ કે તેઓ બીએ, બીએડ શિક્ષકો છે. જેઓ છ ધોરણ સુધી સરળ ભાષામાં વિદ્યાર્થીઓને સમજાવી શકે એવી રીતે અમે અંગ્રેજી પણ શીખવવાના છીએ. ત્રણ ધોરણ પછી તેનાં પુસ્તકો અને છ ધોરણ પછી તે વિષયના શિક્ષકો છે, તેનું ધ્યાન રાખવામાં આવશે. ગુજરાતી આપણી માતૃ ભાષા છે એને પણ વળગી રહે અને સમાજમાં કટિબદ્ધતા સાથે બાળક ઊભું રહે એ પ્રકારનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.
રાજ્યની 32 હજાર સ્કૂલોમાં 51 લાખ વિદ્યાર્થી
હાલમાં રાજ્યમાં પાંચમાં ધોરણથી અંગ્રેજી વિષય ભણાવવામાં આવે છે. પરંતુ હાલમાં અંગ્રેજીનું જ્ઞાન હોવું અત્યંત જરૂરી બની ગયું છે અને તેવામાં ગુજરાતના વિદ્યાર્થીઓ પણ અંગ્રેજીમાં પાછળ ન રહી જાય તે માટે સરકારે પહેલા ધોરણથી જ આ વિષય ભણાવવાનું શરૂઆત કરી રહી છે. શૈક્ષણિક સત્ર જૂન 2022થી ધોરણ 1માં અંગ્રેજીને એક વિષય તરીકે દાખલ કરાયો છે, જે જૂન 2023માં ધો-2 સુધી આગળ વધશે. હાલ ગુજરાતમાં 32,000થી વધુ સરકારી પ્રાથમિક શાળાઓ (વર્ગ 1-8 થી) છે, જેમાં 51 લાખથી વધુ વિદ્યાર્થીઓ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Gujarat શિક્ષણમંત્રી જિતુ વાઘાણીની જાહેરાત; આ વર્ષથી ગુજરાતી માધ્યમની ધોરણ-1થી 3ની સ્કૂલોમાં ઇંગ્લિશ...