https://youtu.be/KHr_yXftUQE
Face Of Nation 06-06-2022 : કેદારનાથ યાત્રા દરમિયાન એક મોટી દુર્ઘટના ઘટતાં સહેજવારમાં રહી ગઈ. થમ્બી એવિએશનનું એક હેલિકોપ્ટર કેદારનાથ પર બનેલા હેલિપેડ પર લેન્ડ કરી રહ્યું હતું. આ દરમિયાન ત્યાં જમીન સાથે અથડાઈને તે ફરી ગયું. એટલું સારું છે કે આ અકસ્માતમાં કોઈ મોટું નુકસાન ન થયું. તો બીજીતરફ DGCAએ જણાવ્યું કે ઘટના 31 મેની છે. હેલિકોપ્ટર જ્યારે લેન્ડ કરી રહ્યું હતું, ત્યારે તે જમીન સાથે અથડાયું હતું. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે જમીન સાથે અથડાયા બાદ હેલિકોપ્ટર 270 ડિગ્રી ફરી ગયું હતું અને ખતરનાક રીતે લેન્ડ થયું. DGCAએ આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે અને પાઇલટને પણ સાવધાની રાખવાનું કહ્યું છે.
વાતાવરણ ખરાબ હોય તો લેન્ડિંગ કેન્સલ કરો : DGCA
DGCAએ એક એડવાયઝરી પણ જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કેદારનાથ હેલિપેડ પર લેન્ડિંગ સમયે પાઇલટ ખાસ સાવધાની રાખે. ટેલવિંડ નક્કી કરેલા પ્રમાણથી વધુ હોય તો તેમને તમામ પ્રકારની સાવધાની રાખવી જરૂરી છે. આ સ્થિતિમાં લેન્ડિંગને કેન્સલ કરીને બેઝ પર પાછા ફરવું જ હિતાવહ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).