Face Of Nation 07-06-2022 : કાનપુરના શહેર કાજી મૌલાના અબ્દુલ કુદ્દૂસ હાદીનું નિવેદન સામે આવ્યું છે. તેમને કહ્યું કે જો પોલીસ એકતરફી કાર્યવાહી કરશે અને અમારા ઘરો પર બુલડોઝર ચલાવશે તો અમે ચૂપ નહીં રહીએ. અમે કફન બાંધીને રસ્તા પર ઉતરી પડીશું. તેમને પોલીસ કમિશનર વિજયસિંહ મીનાને પણ ફરિયાદ કરી છે. તેમનો આરોપ છે કે પોલીસ એક્શનથી એક સમુદાયમાં અસંતોષ છે. તો બીજીતરફ તેમનો દાવો છે કે બોમ્બ ફેંકવાનો જે નવો વીડિયો સામે આવ્યો છે, તેમાં હિન્દુ પક્ષના લોકો જોવા મળે છે. આ વીડિયોની તપાસ પણ પોલીસ કરી રહી છે. તો આ કેસમાં અત્યારસુધીમાં 50 આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે.
મુસ્લિમ પક્ષના લોકોએ આત્મરક્ષામાં પથ્થરમારો કર્યો
શહેર કાજીનો દાવો છે કે ત્રીજી જૂને હિંસા થઈ તે પહેલાં શાંતિથી માર્કેટમાં અવરજવર હતી. મુસ્લિમ સમુદાયના લોકો જુમ્માની નમાઝ પઢીને પરત ફરી રહ્યાં હતા. ચંદ્રેશ્વર હાતેના રહેવાસીઓએ નમાઝીઓ પર પથ્થરમારો કર્યો. જે બાદ મુસ્લિમ પક્ષના લોકો ભડકી ગયા હતા. મુસ્લિમ પક્ષના લોકોએ આત્મરક્ષામાં પથ્થરમારો કર્યો હતો. જે બાદ બંને સમુદાયના લોકો વચ્ચે હિંસા શરૂ થઈ ગઈ. તો બીજીતરફ તેમને આરોપ લગાવ્યો કે જો આત્મરક્ષામાં મુસ્લિમ પક્ષ પથ્થરમારો નહીં કરે તો હાતેમાં રહેતા મુસ્લિમ પક્ષના કેટલાંક લોકોની હત્યા પણ થઈ શકી હોત. પરંતુ આ કેસમાં માત્ર મુસ્લિમોની જ ધરપકડ થઈ રહી છે.
મુસ્લિમ વિરૂદ્ધ બદલાની કાર્યવાહી કરાઈ રહી છે
કાનપુરમાં થયેલી હિંસાને લઈને પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)નું નિવેદન પણ સામે આવ્યું છે. PFIએ એક પત્ર જાહેર કરી કહ્યું કે કાનપુર હિંસા સાથે તેમને કંઈ લાગતું વળગતું નથી. અમે કાનપુર હિંસાની નિંદા કરીએ છીએ. કાનપુરમાં થયેલી હિંસા પછી મુસ્લિમોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે. બુલડોઝર ચલાવવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. એવામાં પોલીસની કાર્યવાહી એકતરફી છે. મુસ્લિમ વિરૂદ્ધ બદલાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. કાનપુર પોલીસે હિંસામાં સામેલ કેટલાંક લોકોના પોસ્ટરને સાર્વજનિક કર્યા છે. એવામાં પોસ્ટરની અસર થઈ રહી છે. આરોપી જાતે જ પોલીસ સમક્ષ સરેન્ડર કરી રહ્યાં છે. તેમને ડર છે કે પોલીસ તેમની સપંત્તિઓ જપ્ત કરીને બુલડોઝર ન ફેરવી દે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).