Face Of Nation 08-06-2022 : ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનું પ્રદર્શન ભલે મેદાન પર શાંત હોય, પરંતુ તેણે સોશિયલ મીડિયામાં બેવડી સદી નોંધાવી દીધી છે. છેલ્લાં બે વર્ષમાં તેણે કોઈપણ ફોર્મેટમાં સદી ફટકારી નથી. જોકે આ દરમિયાન તેણે સોશિયલ પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર મોટી ઈનિંગ રમી છે. તો બીજીતરફ આ પ્લેટફોર્મ પર વિરાટ કોહલીના 20 કરોડથી વધુ ફોલોઅર્સ થઈ ગયા છે, એટલે કે તે 200 મિલિયન ફોલોઅર્સ ધરાવતો વિશ્વનો પહેલો ક્રિકેટર બની ગયો છે. કોહલી 9 જૂનથી દક્ષિણ આફ્રિકા સામે શરૂ થઈ રહેલી T20 સિરીઝમાં ટીમ ઈન્ડિયાનો ભાગ નથી, પરંતુ તેના ફોલોઅર્સની સંખ્યા પરથી આનો અંદાજ લગાવી શકાય છે કે હજુ પણ ફેન્સમાં વિરાટનો ક્રેઝ યથાવત્ છે. વિરાટ કોહલી આ સોશિયલ પ્લેટફોર્મ પરથી એક પોસ્ટથી પાંચ કરોડ રૂપિયા સુધીની કમાણી કરે છે.
રોનાલ્ડો-મેસ્સી બાદ ત્રીજા નંબરે વિરાટનો ડંકો
કોહલી ઈન્સ્ટાગ્રામમાં સૌથી વધુ ફોલોઅર્સ ધરાવવામાં ત્રીજા નંબરે આવી ગયો છે. આ પ્લેટફોર્મ પર સૌથી વધુ ફોલોઅર્સની વાત કરીએ તો પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું નામ વિશ્વભરના ખેલાડીઓમાં ટોચ પર આવે છે. તેના 451 મિલિયન (45.1 કરોડ) ફોલોઅર્સ છે. રોનાલ્ડો પછી આવે છે આર્જેન્ટીનાના સ્ટાર લિયોનેલ મેસ્સી. મેસ્સીને 334 મિલિયન (334 મિલિયન) ફેન્સ ફોલો કરે છે.
પ્લેટફોર્મની રિચ લિસ્ટમાં 19મા ક્રમે કોહલી
વિરાટ આ સોશિયલ પ્લેટફોર્મની રિચ લિસ્ટમાં 19મા ક્રમે છે. ટોપ-20માં તે એકમાત્ર ભારતીય છે. કોહલી દરેક પોસ્ટ માટે 5 કરોડ રૂપિયા કમાય છે. ગયા વર્ષે, Hopperhq.comએ ઇન્સ્ટાગ્રામની રિચ લિસ્ટ બહાર પાડી હતી. આમાં કોહલી ભારતીયોમાં ટોપ પર હતો. તેમના સિવાય પ્રિયંકા ચોપરા 27મા સ્થાને છે. પ્રિયંકા પ્રતિ પોસ્ટ 3 કરોડ કમાય છે. તેના સિવાય સૌથી વધુ કમાણી કરનારા સેલિબ્રિટી ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે. તેણે દરેક પેઇડ પોસ્ટમાંથી 11.9 કરોડ રૂપિયાની કમાણી કરીને પ્રથમ સ્થાન મેળવ્યું છે. તેમના પછી ડ્વેન જોન્સન અને એરિયાના ગ્રાન્ડે બીજા અને ત્રીજા સ્થાને છે. એરિયાના દરેક પેઇડ પોસ્ટથી 10 કરોડ કમાય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).