Home Gujarat ગુજરાતમાં કોરોનાના કેસમાં “મોટો ઉછાળો”; છેલ્લાં 24 કલાકમાં નોંધાયા 111 નવા કેસ,...

ગુજરાતમાં કોરોનાના કેસમાં “મોટો ઉછાળો”; છેલ્લાં 24 કલાકમાં નોંધાયા 111 નવા કેસ, અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ 48 કેસ, 23 દર્દી સાજા થયાં!

Face Of Nation 08-06-2022 : રાજ્યમાં 3-4 દિવસમાં કોરોનાના દૈનિક કેસોમાં વધારો થઈ રહ્યો છે. ગઈકાલે 72 કેસ બાદ આજે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 111 નવા કેસ નોંધાયા છે. જ્યારે 23 દર્દી સાજા થયા છે. સતત 31મા દિવસે એટલે કે એક મહિનાથી રાજ્યમાં દૈનિક મૃત્યુ આંક શૂન્ય રહ્યો છે. આજે અમદાવાદ શહેરમાં 48 નવા કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 25 અને સુરત શહેરમાં 8, રાજકોટ શહેરમાં 7 અને ગાંધીનગર શહેર અને વલસાડ જિલ્લામાં સૌથી વધુ 5-5 કેસ નોંધાયા છે. તો આજે 25 જિલ્લા અને 2 કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 99.08 ટકા પર સ્થિર રહ્યો છે. તો બીજીતરફ રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 25 હજાર 671ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 944 પર સ્થિર છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 14 હજાર 303 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 445 એક્ટિવ કેસ છે, શૂન્ય દર્દી વેન્ટિલેટર પર છે અને તમામ દર્દીઓની હાલત સ્થિર છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).