Home News ગેંગસ્ટર લોરેન્સે જ ધમકીભર્યો લખ્યો હતો “પત્ર”, મુંબઈ ક્રાઇમ બ્રાંચે કર્યો ખૂલાસો;...

ગેંગસ્ટર લોરેન્સે જ ધમકીભર્યો લખ્યો હતો “પત્ર”, મુંબઈ ક્રાઇમ બ્રાંચે કર્યો ખૂલાસો; લોરેન્સની ગેંગના 3 લોકો રાજસ્થાનથી મુંબઈ પત્ર છોડવા આવ્યા હતા!

Face Of Nation 10-06-2022 : બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને ધમકીભર્યો પત્ર મળ્યો તે કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાંચે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. મુંબઈ ક્રાઇમ બ્રાંચે લોરેન્સના નિકટના સાથી સૌરભ મહાકાલની પૂછપરછ પુણેમાં કરી હતી. આ પૂછપરછમાં જાણ થઈ કે સલમાન ખાનને તે પત્ર ગેંગસ્ટર લોરેન્સ તરફથી મોકલવામાં આવ્યો હતો. આ ઘટસ્ફોટ થયા બાદ પોલીસની છ અલગ અલગ ટીમ દેશના વિવિધ રાજ્યોમાં ગઈ છે.
ઝાલોરથી ત્રણ લોકો મુંબઈ આવ્યા હતા
એક ખાનગી ચેનલના અહેવાલ પ્રમાણે, મુંબઈ પોલીસે કહ્યું હતું કે, જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સે જ સલમાન તથા સલીમ ખાનને ધમકીભર્યો પત્ર લખ્યો હતો. લોરેન્સની ગેંગના ત્રણ લોકો રાજસ્થાનના ઝાલોરથી મુંબઈ પત્ર આપવા આવ્યા હતા. ચિઠ્ઠી મૂક્યા બાદ આ ત્રણેયે આરોપી સૌરભ મહાકાલને પણ મળ્યા હતા. તો બીજીતરફ પોલીસના મતે, સૌરભે એમ પણ કહ્યું હતું કે ગોલ્ડી બરારના માધ્યમથી જ સલીમ ખાન સુધી પત્ર પહોંચાડવામાં આવ્યો હતો. વધુમાં ક્રાઇમ બ્રાંચે પત્ર મૂકનાર લોકોની ઓળખ કરી લીધી છે અને તે સાથે જોડાયેલા પુરાવા પણ મળ્યા છે. ટૂંક સમયમાં તેમને પકડી લેવામાં આવશે.
વિક્રમજીત ગેંગસ્ટર લોરેન્સનો નિકટના સાથી
વિક્રમજીત બરાડ રાજસ્થાનના હનુમાનગઢમાં રહે છે. તે રાજસ્થાનના કુખ્યાત ગેંગસ્ટર આનંદપાલ સિંહનો નિકટનો સાથી હતો, પરંતુ આનંદપાલના એન્કાઉન્ટર બાદ તે લોરેન્સની ગેંગમાં જોડાઈ ગયો હતો. હવે તે લોરેન્સનો નિકટ છે અને તેના માટે કામ કરે છે. વિક્રમજીત પર બે ડઝનથી વધુ કેસ નોંધાયેલા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).