Face Of Nation 10-06-2022 : વાવના કોરેટી ગામના તળાવમાં સાત દિવસ પહેલા અચાનક તળાવમાંના પાણીનો કલર બદલાતાં કુતૂહલ સર્જાયું હતું. જેમાં તળાવના પાણીનો રંગ ગુલાબી થઇ જતાં લોકોમાં ભારે આશ્ચર્ય સર્જાયું છે. જો કે તળાવની વચ્ચે નીલકંઠ મહાદેવનું વર્ષો જૂનું મંદિર હોવાથી લોકોની અનેક પ્રકારની આસ્થાઓ પણ સામે આવી રહી છે, જ્યારે કેટલાક બુદ્ધિજીવી વર્ગનું આ એક વૈજ્ઞાનિક ઘટના હોવાનું માનવું છે.
7 દિવસથી આ તળાવના પાણીનો રંગ ગુલાબી
બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકના વાવના કોરેટી ગામના તળાવનો પાણીનો કલર બદલાયો છે. જેને લઇને વિસ્તારના તેમજ આજુબાજુના લોકોમાં કુતૂહલ સર્જાયું છે. કોરેટી ગામના તળાવમાંના પાણીનો રંગ સાત દિવસ અગાઉ અચાનક જ બદલાઈ જતાં આજુબાજુના લોકો જોવા માટે ઉમટ્યા છે. સતત સાત દિવસથી આ તળાવના પાણીનો રંગ ગુલાબી થઇ ગયો છે. જો કે આ એક વૈજ્ઞાનિક ઘટના હોવાનું પણ કેટલાક બુદ્ધિજીવી વર્ગનું માનવું છે.
તળાવના બદલાયેલા રંગ સાથે લોકોની આસ્થા જોડાઇ
જો કે તળાવની વચ્ચે નીલકંઠ મહાદેવનું વર્ષો જૂનું મંદિર હોવાથી લોકોની અનેક પ્રકારની આસ્થા પણ સામે આવી રહી છે. પરંતુ સરહદી વિસ્તારમાં અચાનક તળાવનું પાણી બદલાવાના અજીબો ગરીબ કિસ્સાએ લોકોને હાલમાં ભારે અચરજ પાડ્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).