Home Uncategorized ઉત્તરપ્રદેશમાં જમીન વિવાદ મુદ્દે બે જૂથો વચ્ચે અથડામણ,9 લોકોના મોત,25 ઘાયલ

ઉત્તરપ્રદેશમાં જમીન વિવાદ મુદ્દે બે જૂથો વચ્ચે અથડામણ,9 લોકોના મોત,25 ઘાયલ

Face Of Nation:ઉત્તરપ્રદેશના સોનભદ્ર જિલ્લાના ઉભભા ગામમાં મામૂલી જમીન વિવાદ મુદ્દે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં 9 લોકોના મોત અને 25 લોકો ઘાયલ થયા છે. મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે. મળતી માહિતી મુજબ વિવાદિત જમીન પર લાંબા સમયથી ગ્રામ પ્રધાન અને ગ્રામજનો વચ્ચે વિવાદ ચાલતો હતો. જે આજે લોહિયાળ બન્યો હતો. ઘોરાવલમાં મૂર્તિયા ગ્રામ પંચાયતમાં વિવાદ બાદ ગ્રામ પ્રધાનના સમર્થકોએ ફાયરિંગ કર્યું હતું. જેમાં 6 પુરુષ અને 3 મહિલાઓનું મોત થયું છે.ગ્રામ પ્રધાને 2 વર્ષ પહેલા 90 વીઘા જમીન ખરીદી હતી. બુધવારે ગ્રામ પ્રધાન તેના સમર્થકો સાથે જમીન પર કબજો કરવા પહોંચ્યો હતો. ગ્રામીણોએ જમીનના કબજા પર વિરોધ દર્શાવ્યા બાદ પ્રધાન પક્ષને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જેમાં 9 લોકોના મોત થયા છે.ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળ પહોંચી હતી. પોલીસે મૃતદેહોને કબજો લઈ પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા છે. આ મામલે પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. વધુ તંગદિલી ન ફેલાય માટે તે માટે મોટી માત્રામાં પોલીસ કાફલો અહીં ખડકી દેવામાં આવ્યો છે.

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટનાની વિસ્તૃત જાણકારી માંગીને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે ઘાયલોને તાત્કાલિક મેડિકલ સહાય આપવાનો આદેશ આપ્યો છે. યોગીએ યુપીના ડીજીપીને આ મુદ્દા પર વ્યક્તિગત નજર રાખવા અને ઘટનાની તપાસ કરાવવા આદેશ આપ્યો છે.