Home Gujarat ભારત-દ.આફ્રિકા ટી20 : ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા મુસાફરો માટે ખાસ વ્યવસ્થા; રાજકોટથી ચેન્નાઈ...

ભારત-દ.આફ્રિકા ટી20 : ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા મુસાફરો માટે ખાસ વ્યવસ્થા; રાજકોટથી ચેન્નાઈ જવા 15મી અને 18મી જૂનના રોજ ફલાઇટ મળશે!

Face Of Nation 10-06-2022 : રાજકોટમાં આગામી તારીખ 15મી જૂનથી પ્રથમ વખત ચેન્નઈ માટેની ફ્લાઇટ ઉડાન ભરશે, તાજેતરમાં એક એરલાઇન્સ દ્વારા તેનો નવો શિડયુલ જાહેર કરાયો હતો. ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા 15મી અને 18મી તારીખે એમ બે દિવસ તેની માટેની ફલાઇટ ઉડાન ભરશે. આગામી 17મી જૂનના રોજ રાજકોટના-જામનગર રોડ પર ખંઢેરી સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA) સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી-20 મેચ રમાનાર છે. જેથી આ બંને દિવસ આવનારું એરક્રાફ્ટ ચેન્નઈ એરપોર્ટનું છે અને આ ફ્લાઇટમાં ઇન્ડિયન ટીમ સાથે સાઉથ આફ્રિકાની ટીમના પ્લેયર્સ રાજકોટ આવી રહ્યા છે.
બંને દેશની ટીમને લઈને ઉડાન ભરશે
BCCIએ ક્રિકેટરો માટે ઈન્ડિગોનું ચાર્ટડ બુક કરાવ્યું છે. આ વિશેષ એરક્રાફ્ટમાં વિશાખાપટ્ટનમથી ભારત અને સાઉથ આફ્રિકાની ટીમ ના બધા ખેલાડીઓ 15મીએ રાજકોટ ખાતે આવી પહોંચશે અને ત્યારબાદ આ પ્લેન પેસેન્જરને લઈને ચેન્નઈ ઉડાન ભરશે, જ્યારે 18મીએ ખેલાડીઓને લેવા માટે આવનાર આ પ્લેન ચેન્નઈથી રાજકોટ માટેના પેસેન્જર્સને લઈને લેન્ડ થશે. જેમાં બંને દેશની ટીમને લઈને ઉડાન ભરશે.
પ્રથમ વખત ચાર્ટડ પ્લેનને પેસેન્જર્સમાં ડાયવર્ટ થશે
એરલાઈન્સના સૂત્રોના જણાવ્યા મુજબ ટૂંક સમયમાં રાજકોટના નવા પાર્કિંગ શરૂ થવાના છે ત્યારે કંપની દ્વારા ચેન્નઇ માટેનો ટ્રાફિક છે તેનો સર્વે પણ થઈ રહ્યો છે. નવા પાર્કિંગ શરૂ થતા ઈન્ડિગો દ્વારા કોલકત્તા, ચેન્નાઈ ,જયપુર અને બેંગ્લોર માટેની નવી ફ્લાઇટ શરૂ કરવાની તૈયારીમાં છે. નવા પાર્કિંગને લઈ કમ્પ્ની નવા ઈક્વિપમેન્ટ સહિતની પક્રિયા કરી રહ્યું છે. એરલાઇન્સ કંપની પ્રથમ વખત ચાર્ટડ પ્લેનને પેસેન્જર્સમાં ડાયવર્ટ કરી રહ્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).