https://youtu.be/CmDghrNjG0c
Face Of Nation 11-06-2022 : અમેરિકાના ન્યૂજર્સીમાં એક ભારતીય જ્વેલરના શો રૂમમાં ઘૂસી 8-10 બુરખાધારીએ ગણતરીની મિનિટોમાં બધાં સોનાનાં ઘરેણાં લૂંટી લીધા હતા. આ શો રૂમનું નામ વિરાણી જ્વેલર્સ છે. આ બનાવ 10 જૂનનો છે. લૂંટારાઓએ નકાબ પહેરેલો હતો અને તેમના હાથમાં હથિયાર હતા, તેથી તેમની ઓળખ થવી મુશ્કેલ છે. જોકે લૂંટ દરમિયાન તેમણે કર્મચારીઓને કોઈ નુકસાન પહોંચાડ્યું નહોતું. આ સમગ્ર બનાવ જ્વેલર્સની અંદર લગાવેલા સીસીટીવીમાં કેદ થયો છે.
8થી 9 બુરખાધારી હાથમાં હથિયાર લઈને જ્વેલર્સમાં ઘૂસ્યાં
વીડિયોમાં દેખાય છે કે શો રૂમનો જ એક કર્મચારી જ્યારે એની અંદર આવે છે ત્યારે તેની પાછળ જ આઠથી નવ બુરખાધારી હાથમાં હથિયાર લઈને જ્વેલર્સમાં ઘૂસી જાય છે. એક ચોર જ્વેલર્સના દરવાજા પાસે ઊભો રહે છે, જેથી બીજું કોઈ અંદર ના આવી શકે. જ્યારે બાકીના ચોર જ્વેલર્સમાં ઘૂસીને કર્મચારીઓને જમીન પર ઊંધા ફરી સૂઈ જવાનો આદેશ આપે છે.
સમગ્ર વિસ્તાર કોર્ડન કરીને તપાસ શરૂ કરી
ગણતરીની મિનિટોમાં જ લૂંટારાઓએ જ્વેલર્સના શો-કેસ તોડીને બધા દાગીના અને કેશ લૂંટી લીધી હતી. જ્વેલર્સમાં પણ લૂંટારાઓએ કર્મચારીઓને ડરાવવા ગોળી ચલાવી હતી. જોકે તેમણે કોઈ કર્મચારીને નુકસાન પહોંચાડ્યું નથી. લૂંટારાઓના ગયા પછી કર્મચારીઓએ પોલીસને ફોન કરીને માહિતી આપી હતી. વીડિયોમાં કર્મચારીઓ એકબીજા સાથે હિન્દી અને ગુજરાતીમાં વાત કરતા સંભળાય છે, તેથી અંદાજ આવે છે કે આ ભારતીયો દ્વારા સંચાલિત જ્વેલર્સ શો રૂમ છે. સ્થાનિક પોલીસે હવે સમગ્ર વિસ્તાર કોર્ડન કરીને તપાસ શરૂ કરી દીધી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).