Face Of Nation 12-06-2022 : રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારમાં વરસાદના વરસી રહ્યો છે. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. કાળઝાળ ગરમીમાં શેકાતા અમદાવાદીઓને વરસાદથી રાહત થઈ છે અને ટાઢક વળી છે. અમદાવાદમાં રવિવારથી માંડી 15મી જૂન સુધીમાં ગાજવીજ સાથે અંદાજે 1 ઈંચ આસપાસ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. તો બીજીતરફ સમગ્ર અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. એસજી હાઇવે, સોલા ,ગોતા, શાહીબાગ, નરોડા, નિકોલ, ન્યુ રાણીપ, સાબરમતી, ચાંદખેડા, જગતપુર સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. પાલડી , ગીતા મંદિર બસ સ્ટેન્ડ, જમાલપુર વિસ્તાર સહિત અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
મણિનગર અને ઘાટલોડિયામાં વરસાદ
13મી જૂને સવારે ગાજવીજ સાથે વરસાદની સૌથી વધુ શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. જોકે મોડી રાતે વરસાદ શરૂ થયો હતો. તો શનિવારે બપોર પછી અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને રાણીપ, એસજી હાઈવે, ઘાટલોડિયા, ગોતા સહિતના કેટલાક વિસ્તારમાં છાંટા પડ્યા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Gujarat અમદાવાદમાં ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ગરમીમાં શેકાતા અમદાવાદીઓને ટાઢક વળી!