Home Gujarat ગુજરાતમાં 105 દિવસ બાદ કોરોનાના 160થી વધુ નવા કેસ, અમદાવાદમાં નોંધાયા સૌથી...

ગુજરાતમાં 105 દિવસ બાદ કોરોનાના 160થી વધુ નવા કેસ, અમદાવાદમાં નોંધાયા સૌથી વધુ 90 કેસ, 77 દર્દીઓ થયા સાજા, રિક્વરી રેટ 99.03 ટકા!

Face Of Nation 14-06-2022 : ગુજરાતમાં કોરોનાના કેસમાં પાછો વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 165 નવા કેસ નોંધાયા છે. જ્યારે 77 દર્દી સાજા થયા છે. 105 દિવસ બાદ 160નો આંકડો પાર થયો છે. અગાઉ 1 માર્ચે 162 કેસ હતાં. આજે અમદાવાદ શહેરમાં 90 નવા કેસ નોંધાયા છે. જ્યારે આજે સતત ચોથા દિવસે એક પણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 99.03 ટકા થયો છે. છેલ્લા 7 દિવસ એટલે કે એક અઠવાડિયાથી કોરોનાના નવા કેસ 100થી વધુ નોંધાઈ રહ્યા છે. 11 જૂને 102 દિવસ બાદ 150થી વધુ નવા કેસ નોંધાયા હતા. અગાઉ 11 માર્ચે 162 કેસ હતા. તો બીજીતરફ ગુજરાતમાં અત્યાર સુધીમાં 12 લાખ 26 હજાર 501ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 945 રહ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 14 હજાર 663 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 920 એક્ટિવ કેસ છે, એક દર્દી વેન્ટિલેટર પર છે અને 919 દર્દીઓની હાલત સ્થિર છે.
11 જિલ્લા અને 6 કોર્પોરેશન વિસ્તારમાં નવા કેસ
વડોદરા શહેરમાં 19, સુરત શહેરમાં 12, ગાંધીનગર શહેરમાં 10, ભાવનગર શહેરમાં 6, જામનગર શહેરમાં 4 કેસ નોંધાયા છે. મહેસાણા, વડોદરા, નવસારી અને વલસાડ જિલ્લામાં 3-3, અમદાવાદ, અમરેલી, આણંદ, ભરૂચ અને કચ્છ જિલ્લામાં 2-2 નવા કેસ નોંધાયા છે. જ્યારે બનાસકાંઠા અને જામનગર જિલ્લામાં 1-1 કેસ નોંધાયો છે. તો આજે 22 જિલ્લા અને 2 કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).