Face Of Nation 14-06-2022 : રાજકોટ જિલ્લામાં સતત ચોથા દિવસે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. બપોર બાદ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો અને સાંજ પડતા જ રાજકોટમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરના કેનાલ રોડ, બસસ્ટેન્ડ, 150 ફૂટ રિંગ રોડ, રેસકોર્સ, મહિલા કોલેજ અન્ડરબ્રિજ, કિસાનપરા ચોક, કાલાવડ રોડ, ગોંડલ રોડ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાયા છે. બીજી તરફ પડધરીમાં ધોધમાર વરસાદથી ખેતરો પાણી પાણી થઈ ગયા હતા. યાજ્ઞીક રોડ પર દોઢ-દોઢ ફૂટ પાણી રસ્તા પર ભરાય ગયા છે. શહેરમાં અડધા કલાકમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે.
વાવણીલાયક વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ
પડધરી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે વરસાદ પડ્યો હતો. પડધરી તાલુકાના અનેક ગામડાઓમાં વાવણીલાયક વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે. પડધરી-રાજકોટ હાઇવે અને પડધરી-જામનગર હાઇવે પર આવેલા અનેક ગામડાઓમાં સારા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
ગોંડલમાં સતત ચોથા દિવસે વરસાદી ઝાપટું વરસ્યું
ગોંડલમાં આજે સતત ચોથા દિવસે મેઘરાજાની પધરામણી થઈ હતી. ગોંડલ તાલુકાના વાસાવડ ગામમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. ગઇકાલે જ ગોંડલ તાલુકાના મોટાભાગના ગામડાઓમાં ખેડૂતોએ વાવણી કરી લેતા આજે ધીમીધારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).