Face Of Nation 14-06-2022 : મહારાષ્ટ્રના કોરોનાની ઝડપ બેકાબૂ બની રહી છે. રાજ્યમાં કોરોનાના કેસ ત્રણ હજારની આંબી ગયા છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાઈરસના 2,956 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત રાજ્યમાં આજે ચાર લોકો મૃત્યુ પામ્યા છે. મુંબઈમાં કોરોનાના 1,724 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન રાજ્યમાં 2,165 લોકો કોરોનાથી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. હાલમાં રાજ્યમાં રિકવરી રેટ 97.9 ટકા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 77 લાખ 49 હાજર 276 લોકો કોરોનાથી સાજા થયા છે. મહારાષ્ટ્રમાં સક્રિય કોરોનાના દર્દીઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. રાજ્યમાં આજે કુલ 18,267 સક્રિય દર્દીઓ મળી આવ્યા હતા. મુંબઈમાં સૌથી વધુ સક્રિય દર્દીઓ જોવા મળ્યા હતા તો દર્દીઓની સંખ્યામાં 11,813 નોંધાઈ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).