Face Of Nation 15-06-2022 : બોલિવૂડ સેલેબ્સ વરુણ ધવન તથા કિઆરા અડવાણી હાલમાં ફિલ્મ ‘જુગ જુગ જિયો’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં ફિલ્મની સ્ટાર-કાસ્ટે મુંબઈના ટ્રાફિકથી બચવા માટે મેટ્રોની મુસાફરી કરી હતી. બંને ટ્રેનમાં વડાપાઉં ખાતા જોવા મળ્યાં હતાં. આ જ કારણે સોશિયલ મીડિયા યુઝર્સે તેમને ટ્રોલ કર્યાં છે. આ ફિલ્મ 24મી જૂને થિયેટરમાં રિલીઝ થશે.
કિઆરા-વરુણે વડાપાઉં ખાધું
સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલાં વીડિયોમાં જોઈ શકાય છે કે અનિલ કપૂર, વરુણ ધવન તથા કિઆરા અડવાણી એકબીજા સાથે વાત કરે છે. આ દરમિયાન કિઆરા તથા વરુણ ધવન વડાપાઉં ખાતાં જોવા મળ્યાં હતાં. વરુણ ધવને અનિલ કપૂરને એમ પણ કહ્યું હતું કે પિક ટ્રાફિક અવર્સમાં સમય બચાવવો હોય તો મેટ્રોની મુસાફરી ઘણી જ સારી છે. તો બીજીતરફ મુંબઈ મેટ્રોના નિયમ પ્રમાણે, વ્યક્તિ ટ્રેનમાં ખાઈ શકતી નથી. આથી જ કિઆરા તથા વરુણે ટ્રેનમાં વડાપાઉં ખાતાં અનેક યુઝર્સે સવાલ કર્યો હતો કે, મેટ્રોમાં ખાઈ શકાય ખરું? એક યુઝરે કહ્યું હતું કે મેટ્રોમાં ખાવાની પરવાનગી છે? અન્ય એકે કહ્યું હતું કે, સેલેબ્સને VIP ટ્રીટમેન્ટ કેમ? બીજા એકે કહ્યું હતું કે સેલેબ્સ તથા સામાન્ય માણસો માટે નિયમો કેમ અલગ અલગ? વળી અન્ય એકે એવી કમેન્ટ કરી હતી કે આ સેલેબ્સ સામે આકરી કાર્યવાહી કરીને તેમને દંડ ફટકારવો જોઈએ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).