Face Of Nation 15-06-2022 : દિલ્હીમાં બુધવારે મળેલી વિપક્ષની મહત્વની બેઠકમાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે બે નામ પ્રપોઝ કરવામાં આવ્યા. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ બેઠક બોલાવી હતી. લગભગ 2 કલાકની બેઠક પછી તેમને ગોપાલ ગાંધી અને ફારુક અબ્દુલ્લાનું નામ પ્રપોઝ કર્યા. જે બાદ શરદ પવારે કહ્યું કે અમે આ નામ પર વિચારવિમર્શ કરી રહ્યાં છીએ. તો બીજીતરફ બેઠકમાં શિવસેના અને કોંગ્રેસ સહિત 16 પક્ષના લોકો સામેલ હતા. એકમત એવો થયો કે તમામ વિપક્ષના એક જ ઉમેદવાર હશે. આ બેઠકમાં આમઆદમી પાર્ટીએ ભાગ લીધો ન હતો. તો આમંત્રણ ન મળવાને કારણે અસદુદ્દીન ઓવૈસી પણ નારાજ થઈ ગયા. આ બેઠકમાં કોંગ્રેસ, CPI, CPI(M), CPIML, RSP, શિવસેના, NCP, RJD, SP, NC, PDP, JD(U), RLD, IUML અને JMMના લીડર્સ સામેલ થયા હતા.
યેચુરીએ પહેલાં ઈનકાર કર્યો પછી મીટિંગમાં આવ્યા
મમતા બેનર્જી અને NCP ચીફ શરદ પવાર બેઠકમાં સામેલ થવા માટે મંગળવારે સાંજે જ દિલ્હી પહોંચી ગયા હતા. 14મી જૂને દિલ્હીમાં મમતાએ NCP ચીફ શરદ પવાર અને પ્રફુલ પટેલ સાથે મુલાકાત કરી. તો આ તરફ CPIના સીતારામ યેચુરીએ સ્પષ્ટ કરી દીધું કે NCPના નેતા શરદ પવાર રાષ્ટ્રપતિ પદના વિપક્ષના ઉમેદવાર નહીં હોય. તેમને એમ પણ કહ્યું કે મમતાના નેતૃત્વમાં મળનારી આ બેઠકમાં CPIના ટોચના નેતાઓ ભાગ નહીં લે. જો કે બુધવારે મળેલી બેઠકમાં તેઓ હાજર રહ્યાં હતા.
મમતાએ 22 નેતાઓને લખી હતી ચિઠ્ઠી
મમતાએ વિપક્ષના 8 મુખ્યમંત્રી સહિત 22 નેતાઓને ચિઠ્ઠી લખીને બેઠકમાં હાજર થવાનો અનુરોધ કર્યો હતો. ખાસ વાત એ છે કે આ બેઠકમાં કોંગ્રેસ પણ સામેલ થઈ હતી. કોંગ્રેસ તરફથી આ બેઠકમાં પાર્ટીના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે હાજર રહ્યાં હતા. દેશમાં 18 જુલાઈએ રાષ્ટ્રપતિ ચૂંટણી થશે. જેને લઈને વિપક્ષ ભાજપ વિરૂદ્ધ એકજૂટ થઈ રહ્યાં છે.
શરદ પવાર અને ખડગેનું નામ પણ ઉછળ્યું
આ પહેલા એવા સમાચાર હતા કે વિપક્ષી દળ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે NCP નેતા શરદ પવારના નામ પર સહમત જોવા મળે છે. શરદ પવાર પહેલા કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેને પણ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવાના સમાચાર સામે આવી રહ્યાં હતા.
બંગાળના મુખ્યમંત્રીએ આ નેતાઓને આમંત્રણ મોકલ્યા હતા
મમતા બેનર્જીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન, ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક, તેલંગાનાના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સહિત 22 નેતાઓને પત્ર લખ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home News રાષ્ટ્રપતિની ચૂંટણી પર વિપક્ષ એકજૂટ; મમતાએ ગોપાલ ગાંધી-ફારુક અબ્દુલ્લાનું નામ પ્રપોઝ કર્યું,...