Face Of Nation 15-06-2022 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબા 18 મી જુનના રોજ 100 વર્ષ પૂર્ણ કરવાના છે. જેઓ ગાંધીનગરના રાયસણના વૃંદાવન બંગલોમાં હાલમાં રહે છે. ત્યારે રાયસણ પેટ્રોલ પંપથી 80 મીટર સુધીના માર્ગને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાના નામે નામકરણ કરવાની ગાંધીનગરના મેયર હિતેશ મકવાણાએ આજે જાહેરાત કરી છે.
પૂજ્ય હીરાબા માર્ગ તરીકે નામાભિધાન કરાશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરા બાને 18 જૂને 100 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. તે નિમિત્તે ગાંધીનગરના રાયસણ પેટ્રોલ પંપથી 80 મીટરના રોડને ‘પૂજ્ય હીરાબા માર્ગ’ તરીકે નામાભિધાન કરાશે. ભવિષ્યમાં આવનાર પેઢી તેમના જીવનમાંથી ત્યાગ, તપસ્યા, સેવા અને કર્તવ્યનિષ્ઠાના બોધપાઠ લઈ શકે તે હેતુસર રાયસણ પેટોલ પંપથી 80 મીટરના રોડને “પૂજ્ય હીરાબા માર્ગ” નામકરણ કરવાનું નક્કી કરાયુ છે.
18મી જૂને પ્રધાનમંત્રી ગુજરાતની મુલાકાતે
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબા શતાયુ વર્ષના થવા જઈ રહ્યા છે આગામી 18મી જૂનના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત છે તે દિવસે જ તેમનો જન્મ દિવસ આવી રહ્યો છે, આ દિવસે વડનગર ખાતે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન તેમના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી ઉપસ્થિત રહેવાના નથી પરંતુ સવારે તેઓ ચોક્કસ માતા હીરા બા ના ચરણસ્પર્શ કરવા તેમના ભાઈ પંકજભાઈ મોદીના નિવાસસ્થાને જશે.
પ્રધાનમંત્રીના માતા હીરાબા રાયસણમાં રહે છે
ગાંધીનગરના મેયર હિતેશ મકવાણાએ જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબા 18મી મી જૂનનાં રોજ 100 વર્ષ પૂર્ણ કરવાના છે. ગાંધીનગરની જનતાની લોક માંગ હતી કે, પ્રધાનમંત્રીના માતા હીરાબા રાયસણમાં રહે છે જેથી આ માર્ગને તેમનું નામ આપવામાં આવે. આમ લોક લાગણીને માન આપીને રાયસણ પેટ્રોલ પંપથી 80 મીટરના રોડને હીરાબા માર્ગ તરીકે જાહેર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).