Face Of Nation 15-06-2022 : દુનિયાના ઘણાં દેશોમાં મંકિપોક્સના કેસ ઝડપથી વધી રહ્યા છે. વધતા કેસને ધ્યાનમાં રાખીને જ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને 23મી જૂને ઈમરજન્સી બેઠક બોલાવી છે. શક્ય છે કે આ બેઠકમાં મંકિપોક્સને વૈશ્વિક ઈમરજન્સી પણ જાહેર કરવામાં આવી શકે છે. WHOના ડિરેક્ટર ટેડ્રોસ અધનોમ ગેબ્રેયેસસે કહ્યું કે, મંકિપોક્સનો વૈશ્વિક પ્રકોપ ચિંતાજનક છે. તેથી આ વિશે આગામી સપ્તાહે એક ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે. તો બીજીતરફ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે કે મંકિપોક્સનો આ પ્રકોપ મહામારી કહી શકાય કે નહીં. અત્યાર સુધીમાં WHOએ 39 દેશોમાં મંકિપોક્સના 1600થી વધારે કેસ નોંધ્યા છે અને અંદાજે 1500 કેસ શંકાસ્પદ નોંધાયા છે.
EUએ મંકિપોક્સ પર નિયંત્રણ મેળવવા ખરીદી વેક્સિન
યુરોપીય સંઘે મંકિપોક્સને ફેલાતો અટકાવવા માટે વેક્સિન ખરીદવા ડેનિશના નિર્માતા બવેરિયન નોર્ડિક સાથે એક સમજૂતી કરાર કર્યા છે. યુરોપીય સ્વાસ્થ્ય સચિવ સ્ટેલા ક્યારીકાઈડ્સે કહ્યું કે, વેક્સિન ફ્રીમાં આપવામાં આવશે. યુરોપીય સંઘના સભ્ય રાજ્યો, નોર્વે અને આઈસલેન્ડ માટે પહેલી ડિલીવરી જૂનના અંત સુધીમાં કરવામાં આવશે. હાલના સમયમાં EUમાં અંદાજે 900 મંકિપોક્સના કેસ છે.
બ્રિટનમાં સૌથી વધારે સંક્રમિત, 104 દર્દીઓ
માનવામાં આવે છે કે મંકિપોક્સની શરૂઆત બ્રિટનથી થઈ છે. બ્રિટનના સ્વાસ્થ્ય અધિકારીઓએ મંકિપોક્સથી સંક્રમિત 104 અન્ય દર્દીઓની ઓળખ કરી છે. હવે આફિક્રન દેશોમાં પણ મકિપોક્સનો કહેર ફેલાઈ રહ્યો છે. બ્રિટનની સ્વાસ્થ્ય સુરક્ષા એનજન્સીએ ગયા સોમવારે જણાવ્યું હતું કે, અત્યાર સુધી જેટલા પણ કેસ નોંધાયા છે તેમાં સૌથી વધારે કેસ સમલૈંગિક લોકોમાં જોવા મળ્યા છે. મંકિપોક્સ વાયરસ વિશે વૈજ્ઞાનિકોએ પણ ચેતવણી આપી છે કે, કોઈ પણ વ્યક્તિ મંકિપોક્સ વાયરસ થયો તેના સંપર્કમાં આવશે તો તે પણ સંક્રમિત થઈ શકે છે.
નવા દેશમાં ફેલાયો ત્યાં ઓછા જીવ ગયા
WHOના મહાનિર્દેશકે જણાવ્યું કે, જે 39 દેશોમાં મંકિપોક્સ વાયરસ ફેલાયો છે તેમાંથી 7 દેશ એવા છે જેમાં મંકિપોક્સના કેસ ઘણાં વર્ષોથી આવી રહ્યા છે. જ્યારે 32 નવા પ્રભાવિત દેશ છે. તે ઉપરાંત, આ વર્ષે અત્યાર સુધી પ્રભાવિત દેશોમાં 72 લોકોના મોત થયા છે જ્યારે નવા પ્રભાવિત દેશોમાં અત્યાર સુધી કોઈના પણ મોત થયા નથી. જોકે WHOનું માનવું છે કે, બ્રાઝિલમાં એક વ્યક્તિનું મોત મંકિપોક્સના કારણે થયું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Uncategorized WHO મંકિપોક્સને જાહેર કરી શકે છે વૈશ્વિક સ્વાસ્થ્ય ઈમરજન્સી, 39 દેશોમાં નોંધાયા...