Home Politics વિદેશ મંત્રી એસ જયશંકરે કુલભૂષણ મુદ્દે રાજ્યસભામાં શું કહ્યું ?

વિદેશ મંત્રી એસ જયશંકરે કુલભૂષણ મુદ્દે રાજ્યસભામાં શું કહ્યું ?

Face Of Nation: ઈન્ટરનેશલ કોર્ટ ઓફ જસ્ટિસમાં આજે ભારતની મોટી જીત થઈ હતી. પાકિસ્તાને જાધવને ફટકારેલી ફાંસીની પર કોર્ટે રોક લગાવી દીધી હતી. 15-1થી ભારતના પક્ષમાં ફેંસલો આવ્યો હતો. 16માંથી 15 જજે ભારતના પક્ષમાં ફેંસલો સંભળાવ્યો હતો. ભારતને જાધવનું કોન્સ્યુલર એક્સેસ પણ મળશે. ભારતની તરફેણમાં આવેલા આ ફેંસલા બાદ આજે વિદેશ મંત્રી એસ જયશંકરે રાજ્યસભામાં આ મુદ્દે નિવેદન આપ્યું હતું.

વિદેશ મંત્રી એસ. જયશંકરે કુલભૂષણ જાધવની ફાંસી પર રોકના મુદ્દે નિવેદન આપતાં કહ્યું કે પાકિસ્તાને ખોટા આરોપોમાં ફાંસીની સજા સંભળાવી હતી. ભારતે શરૂઆતથી જ આ મુદ્દાને ગંભીરતાથી લીધો હતો. પાકિસ્તાને આ મામલે નિયમોનું ઉલ્લંઘન કર્યું છે અને આ કારણે સરકાર ઈન્ટરનેશલ કોર્ટમાં ગઈ હતી. જ્યાં આપણા પક્ષની જીત થઈ હતી.જાધવના પરિવારે આ કપરા સંજોગોમાં અદ્રભૂત હિંમત દર્શાવી છે. હું ખાતરી આપું છું કે તેની સલામતી માટે સરકાર પૂરતા પ્રયત્ન કરી રહી છે અને શક્ય તેટલો વહેલો ભારત પરત લાવવામાં આવશે. અમે ફરી એકવાર પાકિસ્તાનને કુલભૂષણને મુક્ત કરવાની માંગ કરીએ છીએ.