Face Of Nation 16-06-2022 : મુંબઈ પોલીસે ગુરુવારે 75 વર્ષના બિઝનેસમેન સામે રેપનો આક્ષેપ કરી કેસ દાખલ કર્યો છે. 35 વર્ષીય પીડિતાની ફરિયાદ પર આગળ કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે પીડિતા એક લેખિકા છે અને તેના જણાવ્યા પ્રમાણે એક ફાઈવ સ્ટાર હોટેલમાં તેને બોલાવી બિઝનેસમેને રેપ કર્યો છે. તો બીજીતરફ પીડિતાએ પોલીસને જણાવ્યું કે, રેપ પછી આરોપીએ તેનું મોઢું બંધ રાખવાની ધમકી પણ આપી છે. આરોપીએ કહ્યું છે કે, અંડરવર્લ્ડ ડોન દાઉદથી તેને સંબંધ છે અને જો રેપની વાત કોઈને આ મહિલાએ કરી તો તેને જીવથી મારી નાખવાની ધમકી આપી છે.
મહિલાએ બિઝનેસમેનને 2 કરોડની લોન આપી હતી
પીડિતાએ પોતાની ફરિયાદમાં કહ્યું કે તેને D કંપનીના કોઈ શખસનો ફોન પણ આવ્યો હતો અને કહ્યું હતું કે જો તે બિઝનેસમેન વિરૂદ્ધ કોઈ ફરિયાદ કરી તો પરિણામ ભયંકર આવશે. આરોપીએ તેની પાસેથી 2 કરોડ રૂપિયાની લોન લીધી હતી અને પરત પણ કરી નહોતી. જ્યારે અવાજ ઉઠાવવામાં આવ્યો ત્યારે તેને પ્રતાડિત કરાઈ હતી અને કહેવાયું હતું કે દાઉદની ગેંગ તારી પાછળ પડી જશે. તો બીજીતરફ પોલીસે મહિલાની ફરિયાદ પર તપાસ શરૂ કરી દીધી છે. આ કેસ અંબોલી પોલીસ સ્ટેશનનો છે. જ્યાંથી MICD પોલીસ સ્ટેશનમાં કેસ ટ્રાંસફર થયો છે. પોલીસ ડી કનેક્શનના એન્ગલથી પણ તપાસ કરી રહી છે. અત્યારસુધી આ કેસમાં કોઈપણ શખસની ધરપકડ કરવામાં આવી નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).