Face Of Nation 17-06-2022 : અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરવામાં આવી છે. મુળ આણંદના વતનીની પોઈન્ટ બ્લેકથી ગોળી ધરબીને હત્યા કરવામાં આવી છે. લૂંટના ઈરાદે ત્રાટકેલા શખ્સોએ ગુજરાતી યુવકની હત્યા કરી છે. જેને લઈ આણંદમાં રહેતો તેમના પરિવારોમાં શોકનો માહોલ જોવા મળ્યો છે. ઘટનાને લઈ મૃતકના પરિવારજનો અમેરિકા જવા રવાના થયા છે. તો બીજીતરફ આણંદ જિલ્લાના મુળ સોજીત્રાના વતની પ્રેયસ પટેલ છેલ્લા કેટલાય સમયથી અમેરિકામાં સ્થાઈ થયા હતા. ત્યારે અમેરિકાના ન્યૂપોર્ટ ન્યૂઝ કન્વીનિયન્સ સ્ટોરમાં તેઓ બુધવારે રાત્રે કામ કરી રહ્યા હતા. આ દરમિયાન સ્ટોરમાં લૂંટના ઈરાદે ઘૂસેલા શખ્સોએ ગોળીઓ વરસાવી હતી. જે ગોળીબારમાં બે કામદારો મોતને ભેટ્યા હતા. આ અંગે ઘટનાની જાણ થતા ક્લિન ક્રીક પાર્કવેના 1400 બ્લોક પર કન્વીનિયન્સ સ્ટોર પર પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસે તપાસ હાથ ધરતા સ્ટોરની અંદર બે લોકો બંદૂકની ગોળીઓથી પીડાતા હતા. જોકે, સારવાર મળે તે પહેલા જ તેઓના મોત થયા હતા. આ મૃતક યુવકમાં એક મુળ આણંદનો વતની પ્રેયસ પટેલ હોવાનું સામે આવ્યું હતું તેમજ એક લોગન એડવર્ડ થોમસ હોવાનું સામે આવ્યું છે.
પોલીસે ઝીણવતપૂર્વક તપાસ હાથ ધરી
પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર કિલન ક્રીક પાર્કવેના 1400 બ્લોકમાં રાત્રે 11:50 વાગ્યાની આસપાસ અધિકારીઓએ એક શંકાસ્પદ પરિસ્થિતિનો જવાબ આપ્યો હતો. આ ફેયરવે પ્લાઝા શોપિંગ સેન્ટર પાસે છે. જ્યાં કોઈ અજાણ્યા લૂંટારૂ દ્વારા 7 ઇલેવન નામની દુકાનમાં બે વ્યક્તિઓની ગોળી મારી હત્યા કરી દીધી હોવાની જાણકારી આપવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસે ઝીણવતપૂર્વક તપાસ હાથ ધરી છે.
સંદિગ્ધ વ્યક્તિઓની ધરપકડનો સિલસિલો શરૂ
વધુંમાં જણાવતા સ્થાનિક પોલીસ વડાએ કહ્યું હતું કે, પોલીસ જ્યારે પહોંચી, ત્યારે લૂંટારૂએ બે લોકોને બંદૂકની ગોળીથી ઘાયલ કર્યા હતા. જેમાં ઇજાગ્રસ્તોનું ઘટનાસ્થળ પર મૃત થયું હોવાનું ડોક્ટર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. બાદમાં તેમની ઓળખ યોર્કટાઉનના 52 વર્ષીય પ્રેયસ પટેલ અને ન્યૂપોર્ટ ન્યૂઝના 35 વર્ષીય લોગન એડવર્ડ થોમસ હોવાનું ખૂલ્યું હતું. આ ઘટનામાં એક ભારતીય અને અન્ય અમેરિકન નાગરિક બંનેનું મૃત્યુ થયું હતું. હત્યારાને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે તેમજ સંદિગ્ધ વ્યક્તિઓની ધરપકડનો સિલસિલો શરૂ કરી દેવામાં આવ્યો છે.
પટેલ એક ખૂબ જ દયાળુ વ્યક્તિ હતા
પટેલના સ્ટોર પર નોકરી કરતા વુલ્ફે કહ્યું કે, પટેલ એક ખૂબ જ દયાળુ વ્યક્તિ હતા. જેમણે સમાજ માટે શક્ય તેટલું બધું કર્યું હતું. તેઓ તેમના કર્મચારીને બચાવવા જતા તે મૃત્યુ પામ્યા હતા. તે સમુદાયનો આદર કરતો હતો અને અહીં આસપાસના દરેક વ્યક્તિ તેનો આદર કરે છે, તે માણસ સાથે આવું થવાનું કોઈ કારણ ન હતું. આ કેસમાં અન્ય કોઈ માહિતી આ સમયે બહાર પાડવામાં આવી નથી, પરંતુ WAVYના એન્ડી ફોક્સ વધુ જાણકારી માટે કામ કરી રહ્યા છે.
એક વ્યક્તિએ સ્ટોરમાં હાજર બંનેને ગોળી મારી
પોલીસ વિભાગનું કહેવું છે કે, પોલીસ વડા સ્ટીવ ડ્રૂ ગોળીબારની ઘટનાની માહિતી મેળવવા પ્રયત્ન કરશે. સમગ્ર ઘટના અંગે પોલીસનું માનવું છે કે, એક વ્યક્તિએ સ્ટોરમાં હાજર બંને પીડિતોને ગોળી મારી હતી. તપાસકર્તાઓનું કહેવું છે કે, ત્યાં સર્વેલન્સ વીડિયો છે જેને તેઓ હાલમાં ગોળીબારના સંદર્ભમાં મુખ્ય પુરાવા રીતે જોઈ રહ્યા છે અને તેનો ઝીણવપૂર્વક અભ્યાસ કરી આખો ઘટનાક્રમ પર તપાસ કરી રહ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Gujarat અમેરિકામાં ગુજરાતીની હત્યા; લૂંટના ઈરાદે આવેલા અશ્વેતે આણંદના યુવકને પોઈન્ટ બ્લેકથી ગોળી...